________________
૨૮૨
“અહો ! સુવદન ! જરા શાંત થા, તને કંઈક પૂછવું છે. અરણ્યમાં આવેલી એકલી આજીજી કરતી આ બાળાને શા માટે તજે છે ? ક્યાં જવા ઈચ્છે છે ?''
શરમથી નીચું જોઈ તેને જવાબ આપ્યો—“આ હું બધું આપને કહી સંભળાવું છું, તે ધ્યાન દઈ સાંભળશો. આજ પર્વત પર ચંડગહ્વર નામનું વિદ્યાસિદ્ધ કરવાનું શિખર છે, તેની સમીપે કાળરાત્રીના પેટ જેવી ખીણવાળું સંહાર નામનું પ્રપાત શિખર (પડી મરવાને) છે. ત્યાંથી પડી મરવા માટે અનંગતિ નામે વિદ્યાધર હું જાઉં છું, કારણ કે મારી બાલ્યાવસ્થાને લીધે મારા શત્રુઓએ મારું રાજ્ય પડાવી લીધું છે, તેથી મનમાં કંટાળો આવવાથી આ કામ કરવું પડે છે. આ મારી સ્ત્રી પણ મારી સાથે આવી છે, ઘણી વારી છતાં મારી પહેલાં મરવા તૈયાર થઈ છે, હું તેના મરણનું દુ:ખ દેખી શકું તેમ નહીં હોવાથી, તેને રોકીને હું મરવા પ્રયત્ન કરું છું, અને મને રોકીને એ પ્રયત્ન કરે છે. ને મને આ રીતે વિઘ્ન કરે છે.”
દયાને લીધે હું મારું પોતાનું દુ:ખ તો ભૂલી જ ગયો. મેં કહ્યું-છોકરા ! શા માટે નિષ્કારણ આ તારી નાની ઉમરમાં તારો પોતાનો અને કોમલાંગીનો નાશ કરવા તૈયાર થયો છો ? જો તને રાજ્યસુખની ઈચ્છા હોય તો જા મારું પોતાનું જ લે, અને આ કામ જવા દે.’’
તે બોલ્યો−આર્ય ! સર્વ પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું તમારું રાજ્ય તમે જ ભોગવો, જો મારા પર ખરેખરી દયા જ આવતી હોય તો આ પ્રમાણે કરો, જગતનું રાજ્ય અપાવો,