________________
૨૭૪
રજા માંગી, તમારા વિયોગથી અસ્વસ્થ મનવાળા દેવીએ એમના વિના અંદરનો શોક શાંત રહેશે જ નહિ એમ ધારીને કહ્યું
સખી અહીં પણ મોટા મોટા મારા કીડા પર્વતો ઉંચાઈમાં તમારા એકશૃંગને ય ભૂલાવે તેવા તો છે. હાવા માટે મોટી મોટી કૃત્રિમ નદીઓ પણ ક્યાં અહીં નથી ? કમળની વાવોને કિનારે ધ્યાન જાપ વગેરે કરી શકાય તેમ છે. પ્રમભવનના કચ્છમાં ફળ, કંદ, મૂળાહાર મળે છે. તો પછી ત્યાં ગયા પછી વધારે શું કરવાના છો. ચાલો બધું બતાવું” એમ કહી તેનું વલ્કલ પકડી પોતાના બગીચામાં ઘસડી ગયા.
તે તે સ્થળે ઉભા રહી બધું તેને બતાવવા લાગ્યા, પણ ક્યાં ક્યાં ? જ્યાં જ્યાં આપ બેઠા હતા, ફર્યા હતા, વિસામો લેતા હતા, ગમ્મત કરતા હતા, તપાસતાં હતાં, જે જે સ્થળના વખાણ કર્યા હતા, જેના જેના દોહદ વિધિનો ઉપદેશ આપ્યો હતો, જે જે ક્યારાઓ સરખા કરાવ્યા હતા, જ્યાં જ્યાં કુશળ અંતઃપુરિકાઓ સાથે કળાઓનો પરિચય કર્યો હતો, જયાં સ્નાન કર્યું હતું, જ્યાં દેવપૂજા કરી હતી, જ્યાં જ્યાં વિલેપન કરી પોષાક પહેર્યો હતો, તે તે બગીચાના ભાગો સખીઓ સાથે જોયા અને કેટલીક વખત તેમાં ભ્રમણ કર્યું.
પછી બન્ને અંતઃપુરમાં ગયા, ત્યાં મલયસુંદરીએ ખાનગીમાં જરા હસીને ટોણો માર્યો-“મૂર્ખ ! અભ્યાસ વિના કુમારને કેટલીક કુશળતા બતાવીશ ?''
કોઈક દિવસે કામદેવના મંદિરમાં જઈ દેવપૂજાને બહાને રત્નવીણા વગાડતા હતા, કોઈક દિવસે ચાકર્મીઓ પાસે પીંછીઓનો દાબડો મંગાવી પાસે ઉઘાડી રાખી ખૂબ વિચારી વિચારી આપનું