________________
૨૭૬
જરા પાસે આવી પ્રણામ કરી તેણે જવાબ આપ્યો- દેવી વિનવું છું—સિંહલદ્વિપના રાજા ચંદ્રકેતુના પુત્ર યુદ્ધમાં પરાક્રમોને લીધે સમરકેતુ નામના સહૃદયી કુમારના પરમ મિત્ર છે, જાણે તેનું બીજું હૃદય. તે, ગંધર્વકના કહેવાથી હાથીનું રૂપ લઈ તિલકમંજરી માટે હું કુમારને આ તરફ લાવ્યો, તેનો વિયોગ સહન ન કરી શકવાથી એકાએક કુમારને શોધવા રાત્રે છુપી રીતે બહાર નીકળી પડ્યા અને સહાય વિના એકલા જ ઉત્તર દિશા તરફ ભયંકર જંગલોમાં ચાલ્યા ગયા છે. અહીંથી ગયા પછી કુમારે આ વાત સાંભળી એટલે ચારે તરફ જાતે શોધવા નીકળી પડ્યા છે, અને સ્થળેસ્થળ તપાસે છે. પણ હજુ સુધી પત્તો લાગ્યો નથી.''
સાંભળતાની સાથે જ ‘“હા સમસ્તલોકલે ચનસુભગ ! હા! નિરંતરોપભોગલલિત ! હા ! પરમોપકારી ! કુમાર હરીવાહન ! વિધિએ એ પુણ્યાત્માને તમારા પણ દુઃખનું કારણ બનાવ્યા ?” આમ બોલતાં બોલતાં મલયસુંદરી મૂર્છાથી ભોંય પર ઢળી પડ્યા.
તિલકમંજરી–“હા વ્હાલી સખી ! પરમ વૈરાગી તમે પણ શોકમાં પડ્યા ?' એમ કહી પોતાને હાથે પંખો નાંખી તેને સાવચેત કરી પોતાની તરફ ખેંચી લીધા ‘“વ્હેન ! કુમારના મિત્ર સમરકેતુ સાથે તમારે પહેલાંની ઓળખાણ જણાય છે. કેમકે ગુણો સંભાળી તેનો પણ તમે શોક કરો છો, જેમ કુમારને તે આ વખતે જંગલમાં રખડાવે છે તેવી જ રીતે તમારા વનવાસનું પણ કારણ એ નથી ને ? સાચેસાચું કહો. વ્હેન !''
વારંવાર પૂછ્યું, અને બહુ જ આગ્રહ કર્યો એટલે જરા હસી શરમાતે મૂખે મલયસુંદરી બોલ્યા