________________
૨૭૭
“અલી ! પીછો લેનારી ! હવે ચૂપ રહે. માત્ર ‘એ કોમળ કાયાવાળા કુમારને હજુ સુધી કેટલાંક અરણ્યમાં કષ્ટો વેઠવાના હશે ?' એ વિચા૨ે હું બોલી શકતી નથી.''
તિલકમંજરી–‘શા માટે એ કષ્ટો સહન કરે છે ? આવીને તમારા જ મઠમાં સ્થિર થઈ રહે, અને વિદ્યાધરો દ્વારા પોતાના મિત્રની શોધ ચલાવે તો શું ખોટું છે !'' જરા રોષપૂર્વક પૂછ્યું.
મલયસુંદરી–‘અલિ ભોળી ! એ તો બધું તારા હાથમાં છે. એ કાંઈ વિદ્યાધર નથી, મનુષ્ય છે. તેથી આટલે સુધી કેવી રીતે આવી શકે ? થોડા એ લોક તમારી માફક આકાશ માર્ગે જઈ શકે છે ?'’
આ સાંભળી દરેક પરિજન તરફ સત્તાની નજરે નહિ પણ સ્નેહની નજરે કાંઈ યાચના કરતા હોય તેવી રીતે જોયું તે વખતે કામદેવની સાથે જ પધારેલા પ્રસાદ વેપથુ વગેરે ભાવોને અનુભવ કરતાં દેવીએ મને કહ્યું–‘મારું પેલું સારામાં સારું વિમાન છે તે લઈને જા, અને કુમારને જંગલમાંથી પિરવાર સહિત લાવીને એકશૃંગ પાસેના મઠમાં ઉતારજે, અને હંમેશ તેની સેવામાં તત્પર રહેજે.''
મેં કહ્યું-‘“જી.’’
તુરત જ તૈયારી કરી ચિત્રમાયાને સાથે લઈ તેણે બતાવેલ રસ્તે અહીં આવ્યો છું પેલા પહાડની તળેટીમાં પડાવ નાંખ્યો છે. બધાને ત્યાં રોકી ઉત્સુકતાને લીધે હું થોડા માણસો લઈ પહેલો મળવા આવ્યો છું.''
પછી મને એકસ્ટ્રંગ લઈ જવા વારંવાર આગ્રહ કરવા
લાગ્યો.