________________
૨૭૫
જ ચિત્ર આબેહુબ આળેખતા હતા, કોઈક દિવસે અગાશી પર નાટકશાળા રચાવીને ઉત્તમ પ્રકારના અભિનયવાળા નાટ્ય પ્રયોગો જોતા હતાં, કોઈક દિવસે હું દર્શન માટે જતો હતો ત્યારે મને પૂછતા હતા—
“ગંધર્વક ! બાએ તને સુવેલ પર્વત પર મોકલ્યો હતો ત્યારે કુમારને તું કેવી રીતે મળ્યો હતો ? મારી છબી કેવી રીતે બતાવી હતી ? છબી જોઈ એ શું શું બોલ્યા હતા ? મારી વાતચીત કેટલીક વાર સુધી ચાલી હતી ?'' આપે જે વાત કહી હતી તે બધી વારંવાર ઉલટાવી ઉલટાવીને પૂછ્યા કરતા હતા. કેટલુંક કહું૧‘આપ આવ્યા” એમ ધારીને બારણામાં આવતા માણસ તરફ પ્રેમાળ દૃષ્ટિથી નિહાળે ત્યારે હર્ષને લીધે પરસેવાવાળા સ્તનો પર બાષ્પના બિંદુઓ વધી પડે છે, અને જ્યારે ‘આ તો એ નહીં’ એવો નિર્ણય થતાં ખેદાલસ ચક્ષુઓ વડે આવનારને જુએ છે, ત્યારે પીડાને લીધે દાહ જ્વરવાળા પયોધર ૫૨ જળબિંદુઓ સૂકાઈ જાય છે, આમ પ્રતિક્ષણે બન્યા જ કરે છે.''
આજ સવારે દેવી શહેરની બાહ્ય શોભા જોવાને બહાને આપની રાહ જોતા અગાશી પર ચડી દક્ષિણ દિશા તરફ જોતા હતા, તેવામાં કેટલાક માણસો સાથે ઉદાસી ચહેરે આવતા ચિત્રમાયને જોયો. જોતાની સાથે જ તમને સાથે ન આવેલા જાણી જરા હસીને ગમગીન ચહેરે મલયસુંદરી સામે જોયું. ચિત્રમાય પાસે આવ્યો એટલે મલયસુંદરીએ પૂછ્યું‘‘ચિત્રમાય! કુમાર કેમ ન આવ્યા ?’’
१. तन्वङ्गयास्त्वमिति प्रसादविशदं, नासीति खेदालसं चक्षुर्द्वारपथावतारिणि जने व्यापारयन्त्या मुहुः । हर्षार्तिप्रभवाः प्रतिक्षणभवत्स्वेदाम्बुदाहज्वरे
बाष्पाम्भ:कणिकाः पयोधरतटे पुष्यन्ति शुष्यन्ति च ॥१॥