________________
૫. દિવ્ય વીંટી અને હાર
હું મારા સૈન્યમાં ગયો. દરેક વિદ્યાધરો ગંધર્વકની છાવણીમાંથી પ્રણામ કરવા આવ્યા. તેઓએ લાવેલા વિમાનમાં બેસી ગંધર્વક સાથે વિનોદ કરતો કરતો ક્ષણવારમાં પેલા મઠ પાસે આવી પહોંચ્યો. ત્યાં અદૃષ્ટપાર સરોવરને કિનારે છાવણી નાખી હું રહેવા લાગ્યો, ચિત્રમાય વગેરે વિદ્યાધરો મારી જરૂરિયાતો પુરી પાડતા હતા, કામ પડ્યું લોહિત્યનદ પાસેથી મારી છાવણીમાં પણ જઈ આવી મારું કામ કરી આપતા હતા અને તમારી શોધમાં મચ્યા રહેતા હતા.
દેવી તિલકમંજરી હમેશાં અધિક અધિક પ્રીતિથી કલ્પવૃક્ષો પાસેથી મળેલા ફળના રસો, આસવો, પુષ્પમાળાઓ, અત્તર, તાંબુલ, વસ્ત્રો, રત્નાલંકારો વગેરે વગેરે ઉત્તમોત્તમ ચીજો મોકલી મારો સત્કાર કરતા હતા. કોઈક વખતે વિચિત્ર વિચિત્ર પ્રકારનાં ચિત્રો, પત્રછેદ્ય વગેરે વગેરેથી વિસ્મય પમાડતાં હતાં. કોઈક દિવસે પ્રશ્નોત્તર, પ્રહેલિકાઓ, યમક, ચિત્ર, બિંદુચ્યુતકાદિકવાળા અલંકારીક કાવ્યોનો વિનોદ ચાલતા હતા, કોઈક દિવસે શંકાઓના સમાધાન કરવા મોકલેલા મોટા મોટા કળાચાર્યો સાથે વિચાર સમાલોચના ચલાવતો હતો, કોઈ દિવસે સખીઓ દ્વારા પોતાના બાગમાંના ઉત્તમ ઉત્તમ ફળો મોકલાવતા હતા, કોઈક વખતે શૃંગાર, સંગીત, કથાવાળી સૂક્તિઓ આગ્રહપૂર્વક મંગાવતા હતા.
કોઈક વખતે અદૃષ્ટપારમાં ન્હાવા ઉતરતાં ત્યારે સખીઓ સાથે હાસ્ય ગમ્મત કરતા કરતા પાણી છાલકો પેઠે કટાક્ષ તરંગોથી દૂર રહેલા મને છાંટતા હતા. પર્વને દિવસે ભગવાન