________________
૪. વિષમાવસ્થા એક દિવસે બપોરને વખતે એક ઠેકાણે પહાડની તળેટીમાં પડાવ નાખ્યો. આખું સૈન્ય વિસામો લેવા રોકાયું. હું પણ ફરવા નિમિત્તે પગે ચાલીને કંઈક દૂર ગયો તેવામાં મેં ચાર પાંચ માણસો સાથે દોડતે ઘોડે આવતા ગંધર્વકને દીઠો. મને તેણે જોયો, એટલે તે ઘોડેથી ઉતરી પડ્યો, અને “આવ, આવ' કહી મેં બોલાવ્યો. એટલે આવી મારા પગમાં પડ્યો, ઉઠાડી ઉભો કરી હું તેને ખુબ ભેટ્યો છૂટા પડી કુશળ સમાચાર પૂછ્યા.
પછી હાથ પકડી નદી કિનારે વાનીરની ઘટામાં સ્વચ્છ શિલા તરફ તેને લઈ ગયો અને તેના પર હું બેઠો. તે પણ સામે આવીને બેઠો એટલે મેં પૂછ્યું
ગંધર્વક ! તે દિવસે હું નીકળ્યા પછી શા શા બનાવો બન્યા ? મલયસુંદરીએ શું કર્યું ? અને તિલકમંજરીએ શું કર્યું? મને આ અરણ્યમાંથી તે કેવી રીતે ખોળી કાઢ્યો ? શાથી માલૂમ પડ્યું કે હું અહીં છું ? વળી તું એકલો જ થોડા માણસો સાથે કેમ દોડતે ઘોડે આવ્યો ?
ગંધર્વક–“કુમાર ! બધી અથેતિ કહું છું, તમે વિદાય થયા ત્યારે આખું કન્યાન્તપુર શૂન્ય થઈ ગયું, કેમકે ઘણા ખરા તો અનુરાગને લીધે આપને વળાવવા પાછળ પાછળ કેટલેક સુધી ગયા હતા. જ્યારે આપ ઘણે દૂર નીકળી ગયા ત્યારે અગાશીએ ચડી ચડી ઘણીવાર સુધી લાંબી લાંબી નજરો કરી આપને નિહાળ્યા કર્યું. મલયસુંદરી ચિત્રમાં ચિત્યા હોય તેમ થોડી વાર શૂન્ય ચિત્તે બેસી રહ્યા, એકશૃંગે પોતાના મઠમાં જવા તિલકમંજરી પાસે