________________
૨૭૧
વાર તેઓની સાથે આનંદ કરી ચિત્રમાયાના ઉતારા વગેરેની ગોઠવણ કરાવી પલંગ પર સુવા ગયો.
સુતો, પણ વૈતાઢ્ય પર્વતની રમણીયતા, રથનૂપુર ચક્રવાલ નગરની શોભા, વિદ્યાધર રાજ કુટુંબોની મહત્તા, કન્યાન્તઃપુરની અવર્ણનીયતા, મલયસુંદરીની માયા, તિલકમંજરીની પ્રભુતા, વિદ્યાધર કુમારીઓની વિલાસ ચેષ્ટા, વિદ્યાધરોની ચતુરાઈ, એ સૌ નજર આગળ તરવા લાગ્યા, તેનાજ વિચારો આવવા લાગ્યા, અને છેવટે ઉંઘી ગયો.
પ્રાતઃકાળ થયો એટલે ઉઠ્યો, સ્નાન, આવશ્યક વિધિ, વગેરેથી પ૨વા૨ી સભા મંડપમાં ગયો. ત્યાં દરેક રાજકુમારો મળવા આવ્યા તેમાં અનેક રાજકુમારો, સામંતો, આમાત્યો, શેઠીયાઓ વગેરે હતા. બધાના પ્રણામ સ્વીકાર્યા, બધા ઉપર એક દૃષ્ટિ ફેરવી, એકાએક હું બોલી ઉઠ્યો,
“અરે ! કેમ હજુ સમરકેતુ ના આવ્યા ?''
મારો આ પ્રશ્ન સાંભળી એક રાજકુમાર નીચું મોં રાખી બોલ્યો-
‘કુમારશ્રી ! જે દિવસે આપનો કુશળપત્ર મળ્યો તે જ દિવસે રાત્રે યુવરાજ છુપી રીતે અહીંથી ચાલ્યા ગયા છે, વૈતાઢ્ય તરફનો રસ્તો લીધો હતો, એમ કામરૂ દેશના રાજાના ભાઈ મિત્રધરે કહ્યું હતું, કારણ કે તે એમને મળ્યા હતા. આગ્રહ કરીને એક રાત રોક્યા પણ ખરા, વધારે વખત રોકવા ઘણો પ્રયત્ન કર્યો પણ ફોગટ.'’
બસ,
આ વાત સાંભળતાંની સાથે જ ચતુરંગ સેનાને