________________
૨૭૦
“મિત્ર ! ચિત્રમાય ! આજ પેલો ટેકરો, જેની નજીકથી ઉપાડીને હાથી મને તમારા દેશમાં લઈ ગયો હતો. જરા અહીં થોભીએ, થોડીવાર વિસામો લઈએ, સામે દેખાય તે જ આપણી છાવણી છે.'
એમ કહી અમે નીચે ઉતર્યા. ઝરણા પાસેના એક ઝાડની છાયામાં બેઠા, તેવામાં પર્વતની નદીના ઉંડા ઘુનામાં પ્રવેશ કરતો એક મોટો હાથી જોયો.
તેને બરાબર જોયો, ઓળખ્યો અને પછી ચિત્રમાયને નીચે પ્રમાણે કહ્યું–
“મિત્ર ! ચિત્રમાય ! જોતો, જોતો, આશ્ચર્ય. પેલો વૈરિયમદંડ હાથી, જે મને તમારા દેશમાં લઈ ગયો હતો. જે તળાવમાં પડ્યો હતો, ને જેને માટે મેં ઘણો વખત શોક કર્યો હતો, તે જ આ.” ચિત્રમાય હસ્યો અને બોલ્યો-“કુમાર ! આ વાત બને જ નહિ, જમીનનો હાથી આકાશમાં ઉડે જ નહિ, મરી ગયો હોય છતાં એને એ શરીરે પાછો આવે જ નહીં, તેથી એ આ હાથી નથી, પેલો બીજો કોઈ હશે અને આ તમારા સૈન્યનો વૈરિયમદંડ હાથી હશે.''
મેં કહ્યું–“લાવ એને, જેવી રીતે ગયા હતા તેવી જ રીતે એના પર બેસીને છાવણીમાં જઈએ.” તુરત ચિત્રમાય તેને લાવ્યો, ઉપર હું અને ચિત્રમાય બેઠા, પછી ત્યાંથી રવાના થયા અને અમે બરોબર સાંજે બ્રહ્મપુત્રાને કિનારે પહોંચ્યા. મને જોઈ બધા ખુશ થયા, બધાને જોઈ હું પણ ઘણો જ ખુશ થયો, છેવટે સૌ સાથે મારે મૂકામે ગયો.
ત્યાં જઈ મુસાફરીની વાત રાજકુમારોને કહી, અને થોડી