________________
૩. પરસ્પર શોધ
પછી તેણે આણેલો પત્ર ખોલીને વાંચ્યો, અને મલયસુંદરીને વાંચી સંભળાવ્યો
‘‘સ્વસ્તિ, કોઈ પવિત્ર સ્થળે બિરાજમાન પ૨મા૨ાધ્ય વિશ્વોપકારી કુમાર હરિવાહનના પાદપદ્મને પ્રણામ કરી બ્રહ્મપુત્રા નદીને કિનારે રહેલા જયસ્કન્ધાવાર (છાવણી) માંથી ક્ષેમકુશળ સેવક કમળગુપ્ત સવિયન વિજ્ઞપ્તિ કરે છે કે–“આપે જ પત્ર દ્વારા જણાવ્યું, અને બીજું જે જે કરવા જેવું યોગ્ય લાગશે, તે બધું રાજ્યકાર્ય હું મેળેજ સંભાળી લઈશ. માત્ર યુવરાજ સમરકેતુના સ્નેહનો કોઈપણ ઉપાય થઈ શકે તેમ છે જ નહીં. વૃદ્ધોના ઉપદેશો યા તો મિત્રોના આશ્વાસનો કોઈપણ જાતની અસર કરી શકતા નથી. આપના વિયોગે તે કોણ જાણે શું કરશે ? મને આ બાબત મોટી શંકા રહે છે.”
છેલ્લો શબ્દ સાંભળતાની સાથે જ “શું વળી બીજો કોઈ સમરકેતુ છે ? કે જેનો સ્નેહ આવો અપ્રતિવિધેય છે ?'' એમ વિચારતી આશ્ચર્યપૂર્વક એકદમ ઝંખવાણી પડી ગઈ.
હું સ્વદેશ જવા ઉત્સુક થઈ રહ્યો હતો અને મારું મુખ પણ મ્લાન થઈ ગયું હતું. મારા મુખ સામે તિલકમંજરી પણ સચિંતનયને જોઈ રહ્યા હતા. મલયસુંદરીએ મારી સામે જોયું અને મેં પ્રેરણા કર્યા વિના જ તિલકમંજરીને કહ્યું–
“સખી ! પોપટે આણેલો આ પત્ર વાંચી પોતાના સ્વદેશ તરફ જવા કુમાર ઉત્સુક થઈ ગયા છે. બોલી શકતા નથી એટલે તારી પાસેથી રજા અપાવવા વારંવાર મારી સામે જોયા