________________
૨૬૭
ગાતડી બાંધી, મારા પ્રિયનો કુશળ પત્ર વાંચ્યો, નીચે ઉતર્યા, ચિત્રલેખા મળી, માજી પત્રલેખા મળ્યા. મંદિરે લઈ ગયા, શહેરમાં લઈ જવા આગ્રહ કર્યો, છેવટે મલયસુંદરી ગયા નહીં એટલે ત્રણ માળના મઠમાં રહેવાની ગોઠવણ કરી આપી, ચિત્રલેખાને સેવામાં રોકી. વાવને કિનારે આપને અને એમને જે વાતચીત થઈ, પ્રસંગે મારી જરૂર પડી એટલે હું આવીને હાજર થયો, “સમીપ હો, કે દૂર હો, સુખમાં હો, કે દુ:ખમાં હો, પણ અમને સંભારજે.” મારી જે તમે ભલામણ કરી હતી તે યાદ આવી ગઈ, તેથી પત્ર લઈ કમલગુપ્ત પાસે ગયો. કમળગુપ્ત પાસેથી પત્ર લાવીને આપને સુપ્રત કર્યો. આપે મને ખોળામાં બેસાડ્યો. આ બધું મને બરાબર યાદ છે. પણ માત્ર એટલું જાણી શકતો નથી કે મલયસુંદરીને ઝેર કેમ ઉતર્યું ? અને હું આ પુરૂષરૂપ કેવી રીતે પામ્યો ?”' આટલું કહી ગંધર્વક ચુપ રહ્યો. હું, તિલકમંજરી, મલયસુંદરી અને બધી વિદ્યાધર બાળાઓ આ વાત સાંભળી આશ્ચર્ય દિગ્મૂઢ થઈ થોડીવાર બેસી રહ્યા.