________________
૨૬૬
હું પણ ડૂબ્યો, થોડી વારે ઉપર આવ્યો, ત્યારે હું પોપટરૂપે હતો. તિર્યંચ જાતિ પામવાના ભારે દુ:ખને લીધે થોડીવાર મને મૂર્છા આવી ગઈ. પછી ઉઠીને પેલા વિમાનની ટોચે બેઠો. “ક્યાં જાઉં ? ક્યાં રહું ? શું કરૂં ? કોને શરણે જાઉં આ કષ્ટમાંથી કોણ મને બચાવશે ?’ ઈત્યાદિ અનેક પ્રકારના વિચારો કર્યા, પણ છેવટે કોઈપણ ઉપાય-રસ્તો ન સૂજવવાથી બીજે ક્યાંય જવાનું મૂલતવી રાખી તે જ મંદિરની આજુબાજુ કોઈ સ્થળે રહેવાનો નિશ્ચય કરી ત્યાંજ રહ્યો. “હિતસ્વીઓને દુ:ખ ઉત્પન્ન કરનારું મારું આ મોં નકામું બતાવવું જ નહીં. આયુષ્ય પુરૂં થાય ત્યાં સુધી આ પોપટપણું જ મારે ભોગવવાનું છે.’” એમ વિચાર કરી કોઈની પણ પાસે પ્રાર્થના કરવાનો વિચાર મુલતવી રાખી બંધુઓ સાથે પણ બોલવાનું છોડી દીધું. મિત્રોનો પણ ત્યાગ કર્યો. ગુરુઓથી પણ પોતાની વાત છુપી રાખવામાં જ સાર જોયો. રાજકુટુંબોને પ્રસંગે પ્રસંગે જોઈને જ સંતોષ માનતો હતો. સાંજ સવાર દેવને પ્રણામ કરી આવતો હતો, દુષ્ટ સ્વભાવાળા પક્ષીઓ સાથે સોબત રાખતો નહીં, સ્નેહના ચિન્હો બતાવતો નહી છતાં અનેક પોપટના ટોળા મારી સાથે ફરતાં હતાં, તે જ મંદિરના બગીચામાં આમતેમ વખતે ઉડતો હતો, નિર્દોષ ફળોનો આહાર કરતો હતો, આવી રીતે આટલા દિવસ
ગાળ્યા.
જો કે હું પક્ષીરૂપે હતો છતાં પૂર્વની બધી વાતો મને યાદ હતી, અને જે કંઈ થતું તે હું જોઈ શકતો-સમજી શકતો હતો. કોણ જાણે એટલી મારી શક્તિ મહોદરની મહેરબાનીથી જ બાકી રહી ગઈ હશે ! મને બધું યાદ છે, મલયસુંદરી વિમાનને ઉપલે માળે ચઢી, સરોવરમાં પડી મરવાની તૈયારી કરી, ખેસની