________________
૨૬૪
જોયો. તેનું શરીર શ્યામ હતું, તેનું પેટ કંઈક મોટું હતું, આંખે મટકું મારતો નહીં, ક્રોધમાં હોય તેમ મારી સામે જોઈ રહ્યો હતો, જમણા હાથમાં થોડા પાંદડાવાળી વડની સોટી આમતેમ હલાવતો હતો.
જોઈ કંઈક ભય લાગ્યો, “આ આમનું જ કામ જણાય છે. એમ ધારી દૂરથી જ હાથ જોડી કહ્યું—મહેરબાન ? શા માટે આપે મારૂં વિમાન અટકાવ્યું ? શા માટે ઝાડની સોટી હાથમાં લઈ આગળ ઉભા છો ? અને મને જવા દેતા નથી! જરા દૂર ખશો, પેલા દિવ્યૌષધિવાળા સ્થાનમાં લઈ જઈ આ કાંચી રાજપુત્રીનું ઝહેર ઉતારવું છે, માટે જવા દો. કોઈ પ્રાણીનો જીવ બચાવનારની વચ્ચે શા માટે નિષ્કારણ વિઘ્નકંટક રોપો છો ?''
મેં હાથ જોડી નમ્રતાપૂર્વક વિનંતી કરી છતાં જ્યારે તેણે જવાબ ન આપ્યો તેમજ રસ્તો આપ્યો નહીં ત્યારે પછી ક્રોધમાં આવી જઈ બે શબ્દ આકરા મારે કહેા પડ્યા-‘મહાભાગ ! તમારૂં શરીર તો દિવ્ય દેખાય છે પણ તમારૂં કામ ના૨ક જેવું હોઈ તમે અત્યંત ક્રુર હૃદયના છો, અહા ! મેં આટલી આટલી પ્રાર્થના કરી છતાં જરાએ વજાપાણ તમારૂં હૈયું પિગળતું નથી, કહોને તમને હવે કેવી રીતે મારે સમજાવવા ?''
બસ, આમ બોલતાની સાથે જ તેનો મિજાજ છેક હાથથી જ ગયો. મોઢું લાલ થઈ ગયું, કપાળ પર કરચલીઓ વાળી, આંખો લાલ લાલ કરી ભ્રૂકુટી ચડાવી, ક્રોધમાં ધમધમાટ થઈ મારી સામે ઉતરી પડ્યા—“અરે દુરાત્મા ! અનાત્મજ્ઞ ! મૂર્ખ! શિષ્ટાચારભ્રષ્ટ ! સંસારપલ્વલસુકર ! પાપી ! ચંડાળ ! દુષ્ટ ! મને-મને મંદિરની રક્ષા નિમિત્તે રોકાયેલા યક્ષસેનાધિપતિ મહોદરને