________________
૨૬૯
કરે છે, તું એમને રજા આપ એમને નિરાંત નથી તો પછી અહીં રોકવાથી શું ? ભલે પોતાને સ્થાને જાય. ગભરાયેલા સેવકોને ભલે જઈને આશ્વાસન આપે અને પોતે પણ શાંત થાય. જો કે આજથી તે ચંદ્ર માફક દૂર થશે છતાં પણ સમુદ્રવેલ જેવી તું જ્યારે યાદ કરીશ ત્યારે ચોક્કસ પાસે જ આવી શકશે. વળી સ્વભાવથી જ રસીક આ કુમાર પોતે જ તમારી ઉચ્ચ પ્રકારની માયા-હેત પ્રીતિ, શાસ્ત્ર અને કળા વગેરેની કુશળતા જ એમને એવા ખેંચશે કે વધારે વખત ત્યાં રહી જ નહીં શકે.”
જાણે જવા દેવા ઈચ્છતી ન હોય તેમ થોડી વાર પછી મુખ નીચું કરી ધીમે રહી જવાબ આપ્યો, “સખી ! એમાં મને શું પૂછવાનું છે ? જે ઉચિત કર્તવ્ય છે તે તો તમે જાણો છો જ.”
પછી અયોધ્યા તરફના પરિચિત ચિત્રમાય વિદ્યાધરને મારી સાથે મોકલ્યો, તિલકમંજરીનું ચિત્ત જાણનારી મલયસુંદરીએ જ તેને બોલાવી ભલામણ કરી- “ભાઈ ! ચિત્રમાય ! સૈન્યમાં દરેક સાથે કુમારને મેળાપ કરાવી, અહીં જ પાછા તેડતો આવજે.”
પછી હું આસન પરથી ઉભો થયો, મલયસુંદરી-તિલકમંજરી વગેરેની રજા લઈ જવા નીકળ્યો. દરેક વિદ્યાધર કન્યાઓ રણરણાટથી શૂન્ય હૃદયે મારી પાછળ પાછળ દરવાજા સુધી આવી. દરવાજા પાસે જ ઉત્તમ વાહનની સગવડ રાખેલી હતી. બધાને વળવાનું કહી સ્વદેશ તરફ રવાના થયો.
શહેરની બહાર નીકળી આકાશમાર્ગે પ્રાકૃતિક દ્રશ્ય જોતો જોતો આપણા સૈન્યની નજીક લગભગ પહોંચી ગયો. સ્વદેશ જોવાથી મને બહુ જ આનંદ થયો, મેં ચિત્રમાયને કહ્યું –