________________
૨૪૮
નંખાવતી હતી. જાણે આંખની લંબાઈ જાણવા ખાતર જ પાણીથી ભીંજાવેલા બે પત્રો આંખો પર મુકાવતી હતી. જાણે વિસ્તાર માપવા ખાતર જ સ્તનપૃષ્ઠ પર કમલિનીના પત્રો મુકાવતી હતી. કપાળ પર ચંદનની આડ કઢાવતી હતી. ગાત્રો ધીમે ધીમે દબાવડાવતી હતી.
ક્ષણવાર સખીઓ પાસે પાસું બદલાવડાવતી હતી, ક્ષણવાર માથા પર ઓઢણી ઓઢી લેતી, ક્ષણવાર ઝરોખામાં અઢેલીને બેસતી હતી, ક્ષણવાર ઉઠીને આળસ મરડતી હતી એન બગાસાં ખાતી હતી, જાણે બહુ થાકી ગઈ હોય તેમ બધી ચેષ્ટાઓ કરતી હતી અને પૂછ્યા વિના મન્મથે શીખવેલા નવ્ય રસનો અનુભવ કરતી ઘણી વખત ત્યાં રહી.
ન કળી શકાય તેવી રીતે કટાક્ષ વિક્ષેપોથી મને ઘણી વાર જોઈ, તેની આગળ કળા વિદગ્ધ સખીઓ વિનોદ કરતી હતી અને તેને આનંદ આપતી હતી પછી થોડીવારે તે બારીએથી ઉઠી, નીચે ઉતરી.
પણ તેના વિના શૂન્ય બારી જોઈ નીચે ઉતર્યો, અને તે વખતે જે ઉદ્વેગનો વેગ આવ્યો તેનો નાશ કરવા જાણે કોપથી પાસેના ચંદન-અર્જુન-તિલક-મંજરીવાળા બગીચામાં ગયો. તેમાં કેટલોક વખત આમ તેમ ફર્યો. પછી કામદેવના મંદિર પાસે રક્તાશોક નીચે કેટલાક સેવકો સાથે બેઠો. તેવામાં મંદુરાની પ્રતિહારી હરિણીકા આવી પહોંચી ને બોલી
કુમાર ! હમણાં જ અગાશીએથી ઉતરેલા દેવી તિલકમંજરી વિજ્ઞપ્તિ કરે છે કે “સ્નાન વગેરે મધ્યાહ્ન કૃત્યથી ૧. તિલકનું ઝાડ પુષ્પની મંજરીઓ, તિલકમંજરી' એ શબ્દ સામ્ય છે.