________________
૨૫૦
યોગ્ય યોગ્ય પલાણોને સાંજથી સજેલા વિદ્યાબળે બનાવેલા ગરૂડ, સિંહ, હરણ, ચક્રવાક, મયૂર વગેરે વાહનોની ભારે ઠઠ્ઠ જામી હતી.
મહેલના પશ્ચિમ ભાગમાં અનેક જાતના કામદેવને મદદગાર આંબાના ઉપવનો આવી રહ્યા હતા. તે ઉપવનોમાં હંમેશા આખો દિવસ નીકોથી પાણી પાઈને તાજા કલ્હાર કરતાં વનખંડો કૃત્રિમ નદીને કિનારે જુકી રહ્યા હતાં, ચંદનના ઝાડોની ડાળીએ વનપાળની છોકરીઓ હીંચકા બાંધીને હીંચકા ખાતી હતી, પુષ્પોથી ખીલેલી લતાઓની કુંજોમાં ગુંજારાવ કરતા ભમરાઓ પર રોષે ભરાયેલી ભમરીઓ કુટિલ ભૂભંગ કરતી હતી, વાવોના કુંડો પર જળમંડપો મજબુત રીતે બાંધેલા હતા, મુખ્ય મુખ્ય વૃક્ષોના મિથુનોના વિવાહ મંગળપ્રસંગના ગાણા અને વાજાં ચાલુ જ હતા, સૂર્યના રથના આરા જેવા કાંચનાર પુષ્પો સ્ફુરી રહ્યા હતા, લાઈનબંધ દાડીમડીઓ રોપી હતી, મોટાં મોટાં પુન્નાગ, રાયણ વગેરે કેસરાવાળા ઝાડો શોભી રહ્યા હતા, અગસ્ત્યપણા વિનાના અનેક કુટજો (ઇંદ્રજવના ઝાડ) પણ હતા.
તે મહેલમાં ચારે તરફ સ્ત્રીઓ સ્ત્રીઓ જ જોવામાં આવતી હતી. તે સ્ત્રીઓ જાણે તેજોમયી, સૌન્દર્યમયી, જાણે શોભામયી, જાણે મન્મથમયી, જાણે સૌભાગ્યમયી હતી. મુનિના તપથી ભય પામી ઈંદ્રની આજ્ઞાથી સ્વર્ગમાંથી ઉતરી આવેલી જાણે અપ્સરાઓ, હરણ કરતાં દેવોના ભયથી ક્ષીરસાગરમાંથી નાસી આવેલી જાણે અમૃત દેવતા, દેવોએ સંચાર કરેલા ચૈતન્યવાળી, જાણે એકઠી મળેલી સ્વર્ગના વિમાનોની પુતળીઓ, ગંગાદિ તીર્થજળોના સ્નાન કરીને સ્થાવરભાવ દૂર થવાથી રૂપાન્તર પામેલી જાણે કમલીનીઓ,