________________
૨૫૯
આ વાત સાંભળી આશ્ચર્ય ઉત્પન્ન થવાથી જરા મુખ ત્રાંસુ કરી દેવીએ મલયસુંદરીને પૂછયું – “આર્યો ! કુમારે ગંધર્વકને પહેલાં જોયો હશે ?''
મલયસુંદરી–“સખી ! કુમારને જ પૂછ, હું કંઈ જાણતી નથી.”
પછી મેં કહ્યું – “આ ગંધર્વકને જ જોયો હતો, એટલું જ નહીં, પણ દેવી ! તમને પણ આ મહાત્માની મહેબાનીથી ખૂબ વાર સુધી જોયા છે !!” પછી બધી પેલા ચિત્રની વાત કહી સંભળાવી.
ગંધર્વકને મેં પૂછ્યું ગંધર્વક ! ભાઈ !! તે દિવસે અમારી પાસેથી નીકળી તું ક્યાં ગયો હતો ? આટલા દિવસ ક્યાં રોકાયો ? આટલો બધો વખત ગુમાવવાનું કારણ શું ? અને આજે વીજળીના જબકારા માફક અકસ્માતું ક્યાંથી પ્રગટ થયો ?”
હર્ષપૂર્વક આ પ્રમાણે પૂછ્યું એટલે દુઃખનું સ્મરણ થવાથી એકદમ તેની આંખમાં આંસુ આવી ગયા, પછી એક નિઃશ્વાસ મૂકી ધીમેથી તેણે પોતાની વાત કહેવી શરૂ કરી
કુમાર ! હું મંદભાગ્ય આપને શું મારી વાત કહું ? તે દિવસે મત્તકોકિલોદ્યાનમાંથી નીકળીને તે જ દિવસે સાંજે ત્રિકૂટપર્વત પર ખેચરેન્દ્ર રાજધાનીમાં પહોંચી ગયો. ત્યાં જતાંની સાથે જ મિત્રો મળ્યા, હર્ષચિત્તે તેઓએ મારો સત્કાર કર્યો, પછી રાત્રે જ વિદ્યાધર ચક્રિ વિચિત્રવીર્યને મળ્યો. તેઓને બધા સંદેશા કહી સંભળાવ્યા. સવારે દેવી પત્રલેખાએ મંગાવેલું ઉનાળામાં પણ સુખેથી મુસાફરી કરી શકાય એવું હરિચંદનનું વિમાન