________________
૨૫૭ મારે માટે આ કામ કર્યું હતું તેથી મને તેના પર બહુ જ પ્રેમ આવ્યો. તે રસ્તાના ખેદથી થાકી ગયેલો જણાતો હતો. મારા પગ પાસે વિનયથી બેઠો હતો.
મેં કહ્યું –“ભાઈ આપે મારે માટે ઘણું કર્યું છે, હું આપનો શો સત્કાર કરું ? તો પણ આવો, મારા અંતઃકરણને સંતોષ આપો.” એમ કહી મેં તેને મારા ખોળામાં બેસાડ્યો. તેના પર ધીમે ધીમે હાથ ફેરવતો હતો, તેવામાં તિલકમંજરીની શયનપાલિકા કુન્તલા આવીને નમ્રતાપૂર્વક નીચે પ્રમાણે બોલી
કુમાર ! દેવી વિજ્ઞપ્તિ કરે છે કે-“આજે આપની પાસેથી આવેલી મૃગાંકલેખાએ કહ્યું હતું કે-કુમાર અદશ્યપણે શહેરની શોભા જોવા ઈચ્છે છે.” તો જો એમ હોય તો આ મેં મોકલેલું સ્પર્શથી જ જાણી શકાય તેવું નિશીથ નામનું દિવ્ય વસ્ત્ર લો. એક દિવસ હું હિમાલય પર્વતની શોભા જોવા ગઈ હતી, તે વખતે ત્યાં પદ્મદ્રહમાંના પદ્મવનમાં રહેલા શ્રીદેવીએ મને આદરપૂર્વક બોલાવીને આ વસ્ત્ર આપ્યું હતું. અને એનો આશ્ચર્યકારી મહિમા આ પ્રમાણે કહી સંભળાવ્યો હતો–આ વસ્ત્ર જે ઓઢે તેને કોઈપણ જોઈ શકશે નહીં, સર્પ કરડે નહિ, શસ્ત્ર ભેદે નહીં, વિષ ચડે નહીં, રાક્ષસો હેરાન કરી શકે નહીં, તમામ રોગ ચાલ્યા જાય છે, વધારે તો શું પણ ગમે તે દેવતાએ ગમે તેવા કોપમાં આવી જઈને શાપ આપ્યો હોય તે પણ શાંત થઈ જાય છે. આ પ્રમાણે મને કહ્યું છે.”
એમ કહી મારા પર તે વસ્ત્ર ઓઢાડી દીધું. ઓઢતાની સાથે જ તેના અમૃતમય સ્પર્શ વડે મારું અંગ જાણે તદન