________________
૨૫૫
મૃગાંકલેખા ભિન્ન ભિન્ન જાતના પકવાન્નો અને વાનગીઓ વારંવાર પોતાને જ હાથે પીરસતી હતી. મણીની ચોકડીના થાંભલા પરની યાંત્રિક પુતળીઓ પંખાઓ વતી પવન નાંખતી હતી. પાસે જ પાંજરામાં બેઠેલા પોપટો મંગળપાઠકની માફક મીઠે અવાજે પ્રાસંગિક સ્તુતિઓ બોલતા હતા. એક એક વસ્તુ ખાઈ વિસ્મયમાં પડતો હતો, ને સંતોષ પામતો હતો. આવી રીતે વર્ણવી ન શકાય તેવી, કદી ન જોયેલી વાનગીઓ જમી ઉઠ્યો.
થોડીવાર બીજે આસને બેસી કેટલીક વાતચીત કરી, જવાની રજા લેવા મૃગાંકલેખાને દેવી પાસે મોકલી.