________________
૨૫૮ પરવશ થઈ ગયું. તેવામાં બે હાથ વડે તે વસ્ત્ર ઉંચું કરી એક યુવાન પુરૂષ મારા ખોળામાંથી એકદમ ઉભો થયો. જોતાની સાથે જ પ્રથમ તે પાસે બેઠેલી વિદ્યાધર કન્યાઓને બીક લાગી કે અરે ! આ શુ ? પણ પાછળથી હર્ષભેર બોલી ઉઠી–“અહો ગંધર્વક, ગંધર્વક !!”
તે પાછો વળી મને નમસ્કાર કરવા જતો હતો તેવામાં દેવીને કોઈ પરિચારિકાએ વધામણી આપી હશે –“દેવી ! દેવી!
મરી ગયો’ એમ ધારીને આપણે પ્રથમ જેનો શોક કરતા હતા તે ગંધર્વક કુમારના ખોળામાંથી સાજો તાજો બહાર નીકળી આવ્યો છે. તેથી દેવી તિલકમંજરી પણ મલયસુંદરી સાથે ત્યાં દોડી આવ્યા.
આવી ઉભા રહ્યા, મેં કહ્યું એટલે પરિજને આપેલા આસન પર શરમાતા શરમાતાં બેઠા. હું જમીને બેઠો હતો, શરીરે હરિચંદનનું વિલેપન કર્યું હતું, માલતીના ફલોના ગુચ્છાનો તોરો લટકાવ્યો હતો, મૂખમાં તાંબૂલ હતું, વિદ્યાધર નારીઓ મારી પાસે આજુબાજુ વીંટળાઈ બેઠી હતી, આ બધું જોઈ, દેવી ઘણો જ સંતોષ પામ્યા, ગંધર્વક જઈ પગમાં પડ્યો, એટલે તેને પોતાની પાસે બેસાડ્યો, અને તેની પીઠ પર હાથ ફેરવ્યો, પછી મલયસુંદરીના ચરણમાં નમસ્કાર કરાવ્યો. ' કહ્યું –“દેવી ! આપે મોકલેલા દિવ્ય વન્ને મને મારા બંધુતુલ્યા આ ગંધર્વકનું દર્શન કરાવી મારા પર મોટી કૃપા કરી છે, મારી સર્વ અભિલાષાઓ કરતાં આજે મારૂં ઈષ્ટ વધારે સંપાદિત થયું છે.”