________________
૨૪૯
આપ પરવારશો. ઘણે વખતે આર્યા તપસ્વિની મલયસુંદરી ઘેર આવ્યા છે, તો નકામો જમવાનો વખત ગાળવો ઠીક નથી, ઉદ્યાન જોવા આપ બીજી વખત પધારશો.''
મેં કહ્યું–‘ચાલો, તેમ કરીએ.' ત્યાંથી નીકળી પેલા મહેલમાં આવ્યો. ત્યાં સ્નાન સામગ્રીથી સજ્જ થઈ મજ્જન પાલીકાઓ રાહ જોઈને ઉભી હતી. હું ગયો એટલે મને માન આપ્યું, છેવટે સ્નાન ક્રિયા પૂરી થઈ. ઉઠી વસ્ત્રો પહેરી ભગવાન આદિનાથની પૂજા કરી, પછી પોષાક પહેરી લઈ સ્હેજ હળી ગયેલી મૃગાંકલેખા સાથે થોડીવાર ચોપાટ ખેલી.
તિલકમંજરીએ મોકલેલા વારંવાર બોલાવવા આવતા, અને બીજા પણ માયાળુઓએ મોકલેલા બોલાવવા આવનારાઓ સાથે મહેલ પરથી ઉતર્યો. તેઓની સાથે સાથે આગળ ચાલ્યો, આમ તેમ દૃષ્ટિ નાંખી તેવામાં દૂરથી જ એક ઉંચા શિખરવાળો મહેલ જોયો. જેનો વિસ્તાર અત્યન્ત શોભી રહ્યો હતો.
તેની બન્ને બાજુએ વિશાળ અને ગંભીર મકાનોથી બાહ્ય કક્ષાઓ શોભી રહી હતી. તે મકાનોના આંગણામાં પુષ્કળ વિમાનો પડેલા હતા. અંદરના ભાગમાં દુદંભી, પણવ, ઝાલર વગેરે અનેક પ્રકારના વાજીંત્રો ગોઠવેલા હતા. તલવાર, ભાલા, ચક્ર વગેરે શસ્ત્રોનો ચળકાટ આંખો અંજાવી નાંખતો હતો, ભિન્ન ભિન્ન જાતની ધ્વજાઓ ચામરો છત્રો વગેરે વગેરે રાજ ચિન્હો પણ અંદર જણાતા હતા. પલાણો, બેઠકો, પલંગો, કવચો, મૂકુટો વગેરે ગોઠવેલા હતા. મુસાફરીમાં કામ આવે એવીબીજી વસ્તુઓના કોઠારો પણ અહીં જ હતા.
મહેલના દરવાજામાં મળવા આવેલી વિદ્યાધર પત્નીઓના