________________
૨૪૬ થઈ ગયો હોઉં, જાણે બધિર થઈ ગયો હોઉં, અને પ્રશ્નનો જવાબ પણ આપતો નહીં ત્યારે હર્ષિત મૃગાંકલેખાએ કહ્યું
“કેમ કુમાર ! શહેર જોયું કે ?”
મેં હર્ષાવેશમાં કહ્યું – “ઈન્દુવદને ! ધીમે ધીમે ફરીને શાંત ચિત્તે બજારે બજાર, ઘરેઘર, શેરીએ શેરી, દુકાનેદુકાન, મંદિરમંદિર, બગીચબગીચો, નાયકનાયક અને દરેક સ્ત્રીઓ જ્યાં સુધી નિરાંતે ન જોવાય ત્યાં સુધી જોયું કહેવાય ?
મૃગાંકલેખા બોલી–“એમાં શું ? કંઈ મુશ્કેલ નથી, એમ પણ બની શકશે.”
ત્યાંથી અમે રાજમાર્ગે થઈ રાજગઢમાં પેઠા, ત્યાંથી કક્ષાઓ ઓળંગતા ઓળંગતા કન્યાવાસમાં આવી પહોંચ્યા. તિલક મંજરીના મહેલની પાસે જ તેમનો પોતાનો ઉંચો અને ભવ્ય મહેલ હતો. તેના આંગણામાં વિમાન થંભ્ય, નીચે ઉતર્યું અને તે પણ વિમાનમાંથી ઉતરી, હું યે ઉતર્યો. અંદર જઈ સુવાના ઓરડાની આગળ મંડપ નીચે મોટા સુવર્ણના પલંગ પર ગાદી અને તેના પર પોતાને જ હાથે સ્વચ્છ ઓછાડ પાથરી મને બેસાડ્યો. બાજુના પાટલા પર બેસી ચાકરડી પાસે પાણી મંગાવી મારા ચરણ પોતાને જ હાથે ધોયા. રૂમાલવતી લડ્યાં, પછી પુષ્પ અને તાંબૂલ આપી તે તિલકમંજરી પાસે ગઈ.