________________
૨૩૫ તરફથી બહાર નીકળ્યા. ગાત્રોની પ્રભાથી આખું વન પ્રકાશિત થઈ ગયું, અલંકારોના રણઝણાટથી આખા વનમાં રણઝણાટ થઈ રહ્યો. લજ્જાવનત મુખે થોડા પગલાં ચાલી તમાલ તરૂ નીચે વિસામો લીધો. વિસામો લીધા બાદ શ્વાસ ધીમો પડ્યો, પરસેવાથી નિતંબ સ્થલ પર ચોંટી ગયેલું વસ્ત્ર ઠીક કરી ચણીયાનું નાડું બરાબર ફરીથી બાંધી લીધું. વિલક્ષણ છટાથી બે હાથ ઉંચા કરી મનોગમ્ય રીતે પાછળવાળી ઢીલો પડી ગયેલો ચોટલો બરોબર બાંધ્યો. બાંધતાં બાંધતાં વેલાઓને આંતરે રહી છિદ્રોમાંથી કંઠનાળ વાળી વાળી કંઈક જોતા હતા. થોડીવાર પછી આળસ મરડી, બગાસું ખાધું, આંખમાં પાણીના બિંદુઓ આવી ગયાં. ફરીથી તે લતામંડપ જોવા જવાનું મન થયું હશે, તેથી ફૂલ વીણવાના બહાનાથી માર્ગમાંની વેલીઓ પાસે થઈને ત્યાં પહોંચી ગયા, બારણે ઉભા રહ્યા. થોડીવાર ઉભા રહી આજુબાજુના ઝાડના ઝંડોમાં આમ તેમ ઉદ્વિગ્ન મને ફરવા લાગ્યા. થોડીવાર પછી એક ઉંચી ભેખડ પર ચડી ચારે તરફ ધારી ધારીને દૂર સુધી જોવા લાગ્યા.
મને વિચાર થયો-“અરે ! આ એકલી કેમ આમતેમ ભમતા હશે ? શું ભૂલી ગયા હશે ? કંઈ ગુમાવ્યું હશે ? શું શોધતા હશે ? હાથીના ભયથી જુદી પડી ગયેલી સખીઓને શોધતા હશે ? પણ ઋષિઓના પણ તપ મુકાવે એવી આ હૃદયહારિ ચેષ્ટાઓ મદનના ઉન્માદ સિવાય સંભવતી નથી. તેથી રૂપે કરી ત્રિજગતવિજેતા કોઈ લાવમાન પુરૂષે પ્રથમ દર્શન આપી, પછી છુપાઈ જઈ છેતરી ભોળવી જણાય છે.” હું એમ વિચાર કરતી હતી તેવામાં બધો પરિવાર તેને વિંટળાઈ વળ્યો. મુશ્કેલીએ સમજાવીને તેને અનિચ્છાએ ઘેર લઈ ગયા.