________________
૨૩૮
જોઈ હતી, જેના સ્મરણથી મદનભાણના ઝપાટામાં આવ્યા છતાં ધૈર્યથી અત્યન્ત ભયંકર વર્ષાૠતુનો સમય વીતાડ્યો. જેના દર્શનની આશાએ ઘરબાર છોડી દૂર દેશાવર પ્રવાસ માટે નીકળવું પડ્યું. શિકારની અનિચ્છા છતાં જેના વિરહમાં વિનોદ માટે વીણાવાદનોવિનોદ સ્વીકારવો પડ્યો. જેની પાસે જવાની ઈચ્છાએ પાછો વાળવાની શક્તિ છતાં ઉત્તર દિશા તરફ આકાશ માર્ગે ઉડતા હાથીને એ તરફ જવા જ દીધો. જેનાપર આસક્ત હૃદય હતું તેને જ સરોવર કિનારે લતામંડપમાં જોઈ, છતાં નિસ્પૃહભાવે ‘આ કોઈ બીજી રાજકન્યા હશે' એમ ધારી છોડીને ચાલ્યો ગયો. પાછળથી અનુમાન પ્રમાણે નિશ્ચય કરી તેને શોધવા આખો દિવસ ભટક્યા કર્યું. ઝાડ નીચે પથારીમાં જેના સંબંધી આખી રાત વિચારો કર્યા, તે જ દેવી તિલકમંજરી હવે તારા જીવનની વિધાત્રી થઈ છે. તે લેવા યોગ્ય લાભ લીધો છે, જન્મવત્તા મેળવી છે, ચિંતાનો બોજો ઉતારી નાંખ્યો છે. હવે સ્વતંત્ર છે.
તો પણ આટલું તારી પાસે માંગી લઉં છું-‘ચપળતા છોડી દઈ, ઈદ્રિયોનો તિરસ્કાર કરી, ચક્ષુઓના અધિકાર બહાર જઈ, નાગરિકનો આચાર સ્વીકારી, પંચબાણની ચપળતા અટકાવી, ઓ હૃદય ! તેવી રીતે વર્તજે કે જેથી કરીને પ્રથમ દર્શને જ ધૈર્યશીલ છતાંયે આજુબાજુના ચતુર લોકોની નજરે હાંસીપાત્ર ન થાઉં !!'' એમ વિચાર કરતાં કરતાં કેટલા પહોર વિત્યા તે જણાયું નહીં, છેવટે તે શિયાળાની રાત લાંબી છતાં જલ્દી પૂરી થઈ ગઈ.
પ્રાતઃકાળ થયો. એવામાં મારાપર પ્રીતિ રાખતા હોય એવા કોઈ દિવ્ય પુરૂષે પરદેશી મંગળ પાઠક પ્રમાણે નીચેનું (કુલક) બોલ્યા