________________
( ૪. રથનુપૂર ચક્રવાલનગરમાં પ્રવેશ ]
તેને ઉચિતાચાર પાળતી જોઈ અત્યંત હર્ષમાં આવી જઈ મલયસુંદરીએ મને કહ્યું
“કુમાર ! વત્સા તિલકમંજરી સકળ વિદ્યાધરોમાં સર્વ કળા નિપુણ છે, અને જયપતાક પ્રાપ્ત કરી છે. જો કૌતુક હોય, તો ચિત્રકળા, સંગીત, નાટ્ય, અભિનય, નૃત્ય, સંગીતશાસ્ત્ર, લેપવિધિ, પત્રછેદ અને બીજી પણ અનેક વિદ્યામાનહરિણી કળાઓના સંબંધમાં કંઈ પ્રશ્ન કરવો હોય તો કરો. કંઈ પુછો. તમારા બન્નેનો પરસ્પર વાર્તાલાપ સાંભળી થોડીવાર હુંયે નિવૃત્તિસુખ પામું.”
મેં કહ્યું – “કાંચિરાજતન ! હજુ દેવી મારી ચિત્તવૃત્તિથી અજાણ છે, અપરિચિત સાથે પ્રસ્તુત વિચાર કેમ કરી શકાય ? દુનિયામાં આપણે જોઈએ છીએ કે સામાન્ય માણસ પણ જો અપરિચિત હોય તો પ્રથમ તો સામુએ જોતો નથી. સોબત ઈચ્છતો નથી, પોતાને ત્યાં રોકવા માટે બહુ આગ્રહ કરતો નથી, વાત સાંભળતો નથી, તેમ જવાબ પણ આપતો નથી, તો પછી જેઓ સમૃદ્ધિમાન છે તેની તો વાત જ શી કરવી ?
માટે જો કદાચ તેઓ માન્યવર વિમાનારૂઢ થઈ આકાશમાર્ગે વિહાર કરવા નીકળ, દક્ષિણ દિશાના શણગાર ત્રિકૂટ મલય વગેરે પર્વતો પર વિહાર કરવા જાય, દક્ષિણ સમુદ્રના કિનારાના હવાખાવાના સ્થળોમાં કીડા કરવા નીકળે, તે સિવાય બીજા બીજા રમ્ય સ્થળોમાં ક્રીડા કરી પાછા વળતાં નગરી જોવાની ઈચ્છાથી, શક્રાવતાર તીર્થને વંદન કરવાના ભાવથી, ચક્ષુ આગળ