________________
૨૩૬
ઘેર જઈને પણ તુરત પથારીમાં પડ્યા. ભોજનની વાત કરતા નથી, શિશિરોપચાર કરવાનુંયે કહેતા નથી, સખીઓની સામે જોતીયે નથી, પૂછવા છતાં અસુખનું કારણેય કહેતા નથી, ચિત્તજ્ઞોને પણ મૂર્ખ માની બેઠા છે, મીઠીમીઠી વાતો કરીએ તોયે ખીજે છે. માત્ર જે આ તળાવેથી આવ્યો હોય તે તરફ જવાનો હોય, જે ત્યાંની હકીકત કહેતો હોય, ત્યાં જવા માટે પ્રેરણા કરતો હોય, તેને જ પાસે બોલાવે, તેને જ પાસે બેસાડે, તેની જ વાત સાંભળે.'' આવી તેની કાલ રોજ દશા હતી.''
નિર્ભયપણે મલયસુંદરી બોલી- જો એમ હોય, તો તેમાં કાંઈ નથી. એ તો અલ્પ વ્યાધિ છે. ત્યારે હવે ત્યાં જઈને નકામો વખત ગુમાવવાની જરૂર નથી. તું ઉઠ, ચારાયણને રવાને કરી દે, તું પણ જા, અને મારી વતી આટલું કહેજે- “આજે શાસ્રપારદશ્વા, કળાકુશળ, કુમાર હરીવાહન, કે જેના પિતા મારા પિતાને પણ માન્ય છે. તે અયોધ્યાપતિ રાજા મેઘવાહનના પુત્ર, દેશાવરથી અહીં આવી ચડેલ તેને આજ સવારે મેં જિનમંદિરમાં જોયા હતા. સ્વભાવથી જ સ્વચ્છ હૃદયવાળા તે મારા આગ્રહથી આજનો દિવસ ટક્યા છે-મારા મહેમાન થયા છે. તો આગ્રહપૂર્વક ઘેર લાવીને ૫૨મ બંધુતૂલ્ય તેને અહીં એકલા મુકીને શી રીતે આવું ? એમ આવવું ઉચિત જ નથી. અને વિચાર કરીને જ હું આવી નથી, તેથી મારે માથે નિઃસ્નેહતાનો દોષ મૂકીત ના.'’