________________
૨૦૦
‘‘આવવા દે.’’
‘‘જી.'' કહી પ્રતિહારી બહાર ગઈ, ને પત્રવાહકને અંદર લાવી પ્રણામ કરાવ્યો.
મેં પૂછ્યું—“કેમ ભાઈ ! પિતાશ્રી કુશળ છે ને ?''
‘હાજી, સૌ કુશળ છે.” એમ કહી ફરીથી પ્રણામ કરી એક પત્ર મારા તરફ નાંખ્યો. મેં પત્ર વાંચ્યો તેમાં નીચે પ્રમાણે લખ્યું હતું
‘સ્વસ્તિ, શત્રુના સૈન્યથી પીડા પામતા કાંચીના રાજા કુસુમશેખરે દૂત દ્વારા આપણી સાથે મિત્રતા માગી છે. અમે પણ તેનો સ્વીકાર કર્યો છે. તેને સહાય કરવા સામાન્યતઃ કેટલુંક સૈન્ય મેં અહીંથી ૨વાના કર્યું છે. પરંતુ ગમે તેવું જરૂરી કામ છોડીને આયુષ્યમાન્ તારે સૈન્યસહિત કાંચી તરફ જવું, ને અગાઉ મોકલેલ સૈન્ય સાથે ભળી તેના નાયક થવું.”
“જોઈતું હતું, ને વૈધે બતાવ્યું. ઈચ્છા પ્રમાણે જ પિતાશ્રીનો હુકમ મળતા હૃદય હર્યું, ને આશાવંત થયું કે તેનું દર્શન હવે ચોક્કસ સિદ્ધ થયું.''
થોડી વારે હસીને તારકને કહ્યું–પિતાશ્રીનો કાગળ તારા મતને મળતો થયો છે. ઉઠ, કાંચી તરફ જવા માટે તૈયાર થા.’ એમ કહી તરત પ્રયાણ ઘોષણાનો પડહ વગાવડાવ્યો. ત્યાંથી અખંડ પ્રયાણ કરી કેટલેક દિવસે અમે કાંચીમાં આવી પહોંચ્યા. મારા આવવાની વાત સાંભળી તારા પિતા હર્ષથી સામે આવ્યા, સત્કારથી શહેરમાં પ્રવેશ કરાવી પડાવ નાંખવા એક સારૂં સ્થાન આપ્યું.