________________
૨૦૯
ગયાં હતાં. વારંવાર નિસાસા નાખતા હતા, ને ગળે ફાંસો ખાતાં મારું દુઃખ અને ભયંકર પરિણામ બાદ યાદ લાવી લાવી બહુ જ પસ્તાવો કરતા હતા. બંધુસુંદરીની બુદ્ધિને હેતના ભારે વખાણ કર્યા. ફાંસો તોડીને બચાવ કરનાર સિંહલેશ્વર કુમાર તરફ માયા બતાવી. મને નવે અવતાર માનવા લાગ્યા. “ફરીથી મરણ ન પામે એવા વિચારથી જાણે મને હૃદયમાં પેસારી દેતા હોય તેમ વારંવાર વાત્સલ્યમોહથી મને ભેટવા લાગ્યા.
હૃદય શાંત કરી ધીમે રહી બોલ્યા-“વસે મલયા ! મારી આ એક ભૂલ માફ કર. કેમકે તારી સમ્મતિ માગ્યા વિના શત્રુના સામંતને તને આપવા હું તૈયાર થયો હતો. પણ હું શું કરૂં ? મને પહેલાં કોઈએ તારા અપહારની વાત જ કરી નહોતી. હું ધારું છું કે તારી માતાએ પણ હમણાં જ જાણ્યું હશે. નહીંતર અમે જ્યારે તેની સમ્મતિ માગી હતી ત્યારે શા માટે આ વાત ન જણાવે ? હશે, થયું તે ખરૂં, કંઈ પસ્તાવો કરવાની જરૂર નથી. શાંત થા. મારા પ્રાણ જશે તો પણ તને શત્રુને નહીં આપું. પણ તારે થોડો વખત પ્રવાસનું સંકટ વેઠવું બડશે. થોડો વખત મન મારીને કુટુંબીઓનો વિયોગ સહન કરવો પડશે. “આ કન્યાનો પતિ ચક્રવર્તીનો રાજ્ય કાર્યભાર ચલાવશે” એવી નિમિત્તશના કહેવાથી લોભને લીધે વજાયુધ તને મેળવવા ખાસ પ્રયત્ન કરશે, ને સવારે પોતાના માણસોને મોકલશે પણ ખરો. તું અહીં હયાત હોઈશ તો ના કહેવાનું બનશે નહીં. નજીકના કોઈ ગામમાં કે શહેરમાં હોઈશ તો પણ તને છુપાચરો દ્વારા શોધી કાઢવી તેને મુશ્કેલ નથી. એટલે હવે તૈયાર થઈ જા. દૂર દેશમાં ગયા વિના છૂટકો જ નથી.”