________________
૨૧૯
પછી કોઈ માણસ હશે એમ ધારી ઉઠી ઉભી થઈ. પથારીની નજીકની નીસરણી પર થઈ બ્હીતી બ્હીતી ઉપલે માળે ચઢી. તો કોઈપણ જોવામાં ન આવ્યું પણ આ અદૃષ્ટપાર સરોવાર વચ્ચે એ લક્કડભવનને તરતું જોયું. મનમાં વિચાર આવ્યો
‘અરે આ કઈ જગ્યા ! પેલું તપોવન ક્યાં ! પેલી તાપસીઓ ક્યાં ! મલય પર્વત ક્યાં ! હું ત્યાં નથી ! તરંગલેખાયે નથી ! આ’તો કંઈ જુદું જ જણાય છે !! બસ, એ જ, વારંવાર ભિન્ન ભિન્ન જાતના દુ:ખો આપીને પણ પેલો વિધિ થાકતો નથી, તેમ ધરાતોયે નથી, એની જ આ બધી બાજી જણાય છે. નથી સમજાતું કે હજું કેટલું પાપનું ફળ ભોગવવાનું બાકી હશે ? ક્યાં ક્યાં જવાનું હશે ? શી શી દયા થશે ? તેટલો વખત કુટુંબીઓથી વિખટા રહેવું પડશે ? અભાગણીને મોત પણ આવતું નથી. જુઓને-સમુદ્ર ખાબોચીયું થયો ! ગળાફાંસો પુષ્પમાળ થઈ ! કિંપાકફળ રસાયણ થયું ! હશે. ગઈ વાતનો શોક શો ? પણ અહીંયા કોઈ દૈત્ય રાક્ષસ કે જંગલી માણસોને હાથ ન ચડી જવાય માટે મુનિજનના સ્નાનથી પવિત્ર આ જળાશયમાં પડીને
આ દુષ્ટ શરીરનો ત્યાગ કરી દુ:ખ ભોગવી લઉં, એટલે આવતે ભવે દુ:ખ ભોગવવું ન પડે. એમ કહી પેલા વસ્ત્ર વતી ગાતડી બાંધવા લાગી. તેને છેડે કંઈક બાંધ્યું હતું, તે છોડ્યું ને તેમાંથી એક તાડપત્રનું પરબીડીયું મળી આવ્યું. તે સંભાળથી ઉકેલ્યું. તો તેમાં કંઈક લખેલું હતું. ભીનું થવાથી કેટલાક અક્ષર બરોબર વંચાતા ન હતા તોયે એક એક અક્ષર બેસાડીને વાંચવા લાગી.
‘સ્વસ્તિ, મહારાજા ચંદ્રકેતુના ચરણરૂપી સરોજમાં ભંગસમાન