________________
૨૩૦ મૂછમાં નાંખી દીધો, જે રીતે દીર્ઘનિદ્રા તેણે ભોગવી, અને જે સ્થળે જઈને તમને યાદ કરતાં દુ:ખમાં દિવસો ગાળ્યા, અને પોતાના કુશળ સમાચાર પત્ર લખીને તમને આપવા જેના હાથમાં આપ્યો, આ બધું હું જાણું છું. માત્ર તમારો અને એમનો મેળાપ ક્યારે અને કઈ રીતે થશે, તે હું જાણી શકતો નથી.”
આ મારી વાત સાંભળી તે જાણે સ્વર્ગીય સુખ ભોગવતી હોય તેમ પરમ આનંદ પામી, ઘણા વખતથી દૂર નાસી ગયેલો કંદર્પ ધીમે ધીમે તે કષ્ટ સમાગમોસુકાની પાસે આવવા લાગ્યો. તેનું લાવણ્ય બમણું વધી ગયું, હર્ષિત લોચનવાળું વદનશતપત્ર પ્રફુલીત થયું, આનંદાશ્રુએ આંખનું અંજન ધોઈ નાખ્યું, સ્તનાવરણભૂત વલ્કલ દૂર કરાવવા સોનાના ચુર્ણ જેવો રોમાંચ ચારે તરફ ખડો થયો. અંગ કંપવા લાગ્યું, હર્ષ છુપાવવા ઈચ્છતી હોય તેમ, તે વખતે હૃદયમાં પેઠેલી રતિના નૂપુરના રણરણ અવાજનું અનુકરણ કરતી ધીમે ધીમે મને કહેવા લાગી
કુમાર ! તમારી સાથે એમને સમાગમ છે એવું જાણવાથી શું ? તે ભલે ત્યાં જ રહ્યા, તેને લીધે મેં બહુ દુઃખ ભોગવ્યું, અને ભોગવીશ. માત્ર કામદેવની માફક જીવતા છે એમ જાણીને રતિ પેઠે હું કૃતાર્થ થઈ, એમાં બધુએ મળી ચુક્યું. એ ભલે દૂર રહ્યા અને ચિરકાળ સુધી દુનિયાના સુખ ભોગવે, અને હું તો અહીં જ આ સુભાગ્ય પ્રાપ્ત થયેલા પહાડ પર વ્રતોપાસ કરીશ. વલ્કલો પહેરીશ, કંદમૂળ ખાઈશ, ભગવાનની ત્રિકાળ પૂજા કરીશ, ને મારો જન્મ પુરો કરીશ, મને હવે મારી તો ચિંતા જ નથી, પણ માત્ર આટલી ચિંતા થાય છે કે—મારા જેવા નિઃસ્નેહી ને કઠોર હૃદયના વનવાસીને પણ આપ ક્ષણવારના પરિચયથી પરમ પ્રીતિ આપો છો તો હંમેશ જેનું પ્રેમથી લાલન કર્યું છે, જેણે