________________
૨૨૯ અવતાર પામીને સ્વભાવથી નિર્મળ છતાં આ પ્રાણીને એક જ જન્મમાં પણ દશાને વશ થઈ દીપાંકુરની પેઠે અનેક પ્રકારના અનુભવો કરવા પડે છે. શું તું નથી જાણતી ? કે-સારા કુળમાં જન્મ્યા છતાં નિરાંતે પુરેપુરું સુખ ભોગવી શકતો નથી, અસંખ્ય પરિવારવાળો હોવા છતાં ક્ષણવારમાં એકલો થઈ આમ તેમ ભટકે છે, નિરાશ થયો હોય છતાં અકસ્માતું અપૂર્વ વસ્તુ પ્રાપ્ત કરી લે છે, ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થઈ હોય છતાં ક્ષણવારમાં હાથ ઘસતો થઈ જાય છે. અપ્રતિવિધેય વિરહી થયો હોય છતાં ફરીથી ઈષ્ટ મેળવે છે, નિરોગી છતાં મરણાંત કાષ્ટ પામે છે, મરણાંત કષ્ટ પામીને સાજો તાજો થઈ જાય છે. તો અમૃતમય અને વિષમય આ સંસારનું સ્વરૂપ જાણતા છતાં, આવી વસ્તુ સ્થિતિ જાણવા છતાં કેમ ખેદ કરે છે ? અરે તું જ કહે-“દેવ હો કે મનુષ્ય હો પણ કોઈની સદા સર્વકાળ એક જ અવસ્થા રહી છે ? ક્યો ભાગ્યશાળી પ્રથમ સુખ ભોગવીને પાછળથી દુઃખ પામ્યો નથી ?
માટે મલયસુંદરી ! ધર્મ રાખ, હૃદયમાં સંતોષ રાખ, હવે તારા દુ:ખના દહાડા જવા બેઠા છે, શુન્યસિદ્ધાયતનની સેવા ફળી છે, મંત્રજાપ કરવાનો હવે વખત પુરો થવા આવ્યો છે, વિરસ નિરસ ફળાહાર ફળ આપવા તૈયાર થયો છે, જન્મથી માંડીને પાળેલું પાતિવ્રત્ય હવે જાગૃત થયું છે, દિર્ધાયુ તારો જીવિતેશ સુખી છે, તમારા બંનેના પ્રથમ દર્શન પછીની તેની બધી વાત મને જ પુછ ને, “દક્ષિણ સમુદ્રમાં જિનપ્રાસાદના કિલ્લા પરથી હોડીમાં તને જે રીતે જોઈ કાંચીમાં અર્ધી રાત્રે બહાર નીકળીને જેવી રીતે યુદ્ધ કર્યું, શસ્ત્ર વિનાનો કરીને જેવી રીતે શત્રુને જીત્યો, હારી ગયેલા શત્રુએ જેવી રીતે ક્ષણવાર