________________
૨૩૧
કદી આપનો વિયોગ સહન કર્યો નથી, તે તમારા સૈન્યમાં રહેલાઓની આપના વિયોગથી શી દશા થઈ હશે ? આપના અપહારની વાત સાંભળીને પરમ વાત્સલ્ય ધરાવનારા આપના વડિલોની શી દશા થશે ? એ ફાટી જતા કોમળ હૃદયને તેઓ કઈ રીતે જારી રાખશે ?”
હસીને અવજ્ઞાપૂર્વક મેં કહ્યું “મલયસુંદરી ! હૃદય ઘણું બળી જતું હોય છતાં બુદ્ધિમાન માણસે તેનો જ વિચાર કરવો જોઈએ કે જે કામ બની શકે તેવું હોય, આ અશક્ય વાતનો વિચાર કરવાથી પણ માત્ર હૃદયને તો ક્લેશ જ છે.”
મલ0-“કુમાર ! એમાં શું અશક્ય છે ? એક પત્ર મોકલવાથી આ કામ બની શકે તેમ છે. અને મને પણ ઠીક લાગે છે. પણ દૈવજોગે અહીં હાલ કોઈ પક્ષીયે નથી કે જે આકાશમાર્ગ તમારો સંદેશો પહોંચાડે.”
એમ વાત કરતી હતી તેવામાં કમલવનમાંથી એક સુંદર આકૃતિવાળો પોપટ બહાર આવ્યો ને નિર્ભય રીતે કહેવા લાગ્યો“મહાભાગે ! શા માટે ખેદ કરે છે ? આ હું પક્ષીરૂપે નભથ્થર આવ્યો, બતાવ મારે શું કરવું ?” આ પ્રમાણે પોપટનું બોલવું સાંભળી આશ્ચર્યમાં પડેલી મલયસુંદરીએ જરા હસીને મારી સામે
જોયું.
મેં તેની સામે જોઈ વિચાર્યું કે “આ પોપટ તો નથી, કાંઈ જાત જુદી છે.”
પછી એક તાડપત્ર પર સોનાના રસની શાહીથી સારા અક્ષરે પત્ર લખી, તેને આપ્યો, ને કહ્યું – “અહો ! મહાત્માનું શ્કરાજ ! સ્વભાવથી અમારો પક્ષપાત કરનાર, પ્રસન્ન મુખ