________________
૨૩૨
અને વિનયવાન તમારી આગળ અતિશય વિસ્તારથી ઉપચાર વચનો કહેવા એ કેવળ મૂર્ખતા જ છે, તેથી મારે જે કહેવાનું છે, તે ટુંકમાં જ કહી દઉં છું–આ પર્વતની દક્ષિણ દિશા તરફ– “જે રસ્તાની મને માલુમ નથી, તે રસ્તે થઈ શ્રાપનો વિચાર કર્યા વિના કામરૂપ દેશમાં લોહિત્ય નદી (બ્રહ્મપુત્રા) ને કાંઠે જ્યાં મારા સૈન્યનો પડાવ છે. ત્યાં મારા સેનાપતિ કમળગુપ્તને આ પત્ર ગુપ્ત રીતે જલ્દી પહોંચાડશો.'
‘“જેવો હુકમ.” કહી ચાંચમાં પરબીડીયું લેતો એકદમ આકાશમાં ઉડી ગયો.
પોપટ દક્ષિણ દિશા તરફ ઉડી ગયો એટલે મેં કહ્યું‘મલયસુંદરી ! શું આ પોપટ સાથે તમારે પરિચય છે ? જેથી આ બોલતાની સાથે જ આવીને પરિચિત માણસ માફક હુકમની યાચના કરવા લાગ્યો.''
મલ૦–‘કુમાર ! બીજી સર્વ વાતોની ચિંતા છોડેલી હોવાથી આ જંગલમાં મારો સમાન વય, વિજ્ઞાનવાળા મનુષ્ય સાથે પણ પરિચય નથી, તો પછી પક્ષી સાથેના પરિચયની તો વાત જ શી કરવી ? હું તો હમ્મેશ મારા જ કામમાં લાગેલી હોઉં છું. આ પક્ષી મેં આજ પહેલવહેલો જ જોયો છે.'' એમ કહી આકાશ તળ તરફ જોઈ સંધ્યાકૃત્ય કરવા તે વાવના કિનારા પરથી ઉઠી ઉભી થઈ.