________________
૨૨૮ હતી, જીવવાની આશા છોડી દેતી હતી, મિત્રના સમાગમમાં સ્પૃહા રાખતી નહીં, સંયોગનું પરિણામ વિયોગ, કર્યા કર્મનું અવશ્ય ભોગવવાપણું, કર્મશક્તિ સામે થવાની અશક્તિ, સ્નેહની દુઃખ દેવાની ટેવ, સંસારની અસારતા, વિલાસીની વિરસતા, કારણ વગેરે નસીબનું ફુટવું, નસીબ ફેરવી શકાતું નથી, સમયની બલિહારી, પ્રાણીયોની અનાથતા. અનાસક્ત માણસોનું પુણ્યશાળીપણું, ધર્મિષ્ઠ જીવોની ધન્યતા, આ વગેરે ભાવોનો વિચાર કરતી કરતી હાલ તો જ્યાં સુધી યમરાજની દૃષ્ટિએ નથી ચડી ત્યાં સુધી દહાડા વિતાવું છું.”
એમ કહી તે એકાએક ચૂપ થઈ ગઈ.
છેવટે ઉદ્ધક કરાવનારું તેનું ચરિત સાંભળી હું બહુ જ દિલગીર થયો, ને મનમાં વિચાર કર્યો. “અહા ! વિધિ વિધિ! તું પૂર્વકૃત કર્મનો વિપાક બતાવ્યા વિના રહેતો જ નથી, યમ તારી શક્તિનો પ્રતિકાર થઈ શકે તેમ છે જ નહીં, ભવિતવ્યતા ! તારી ગતિ અસ્મલિત છે, અહા ! આવા જે ઉત્તમ રાજકુળમાં જન્મેલા, સુંદર લક્ષણોથી અંકિત દેહલતાવાળા, હંમેશા નીતિ માર્ગ જ ચાલવાવાળા, શાંત્યાદિ ગુણોથી વિભૂષિત, આવી મનોહર આકૃતિવાળા, તેને પણ આવા દુ:ખ આવી પડે છે, અહો ! વિધિ ! શું તારી વિચિત્રતા ?' આમ વિચાર કરી થોડીવારે મેં કહ્યું
મલયસુંદરી ! શા માટે તારા નિર્દોષ આત્માને કષ્ટ આપે છે ? વિષાદ ન કર, ખેદ ન કર, કૃતાન્તને ઠપકો ન આપ, કર્મને દોષ શા માટે દે છે ? આ સંસારરૂપ નાટકશાળામાં