________________
૨૨૫
નામે દશ વર્ષની વ્હેન હતી. તે સુવેલ પર્વત પર પિતાને ઘેર આનંદથી રહેતી હતી. તેની જન્મસિદ્ધ જેવી નૃત્યકળા જોવાની ઈચ્છાને વૈજન્તીનગરમાં રહેતા તેના માતામહ પોતાને ઘેર તેડી ગયા. દૈવયોગે જીતશત્રુએ એ શહેરને ઘેરો ઘાલ્યો. તેણે નિર્દય રીતે હેરાન કરવાથી લોકો આમ તેમ નાસવા લાગ્યા. કેટલીકવાર પરસ્પર હુમલા થયા તેમાં સારાસારા સુભટો ખપી ગયા, સિપાઈઓ યમના અતિથિ થઈ ચૂક્યા, સૈન્ય વીખેરાઈ ગયું, ઘોડાઓ હાથ કર્યા, દુર્દમ હાથીઓ દમી નાંખ્યા, રાજભંડાર ખોળી કાઢ્યો, અને રાજકુટુંબ આકુળવ્યાકુળ થઈ ગયું.
તેવામાં સમરકેલી નામનો અંતઃપુરનો નોકર સાહસ કરી કન્યાન્તઃપુરમાં પેઠો. ત્યાં ગંધર્વદત્તા ‘“અરે ! મા !! ઓ ! બાપા !! એમ બૂમ પાડતી હતી તેને ત્યાથી ઉંચકી આકાશમાર્ગે ચાલવા લાગ્યો. તેને સુવેલાચળ પહોંચાડવા દક્ષિણ તરફ તે ઉડ્યો. તેના શરીરમાં જખમ થયા હતા. તેની વ્યાધિથી તે વિસામો લેવા પ્રશાન્તવૈર નામના તાપસોના આશ્રમમાં ઉતર્યો. તેને અસાધ્ય વ્યાધિ જણાયો. નજીક મળેલા કુલપતિને તે કન્યા સોંપી, ને થોડી વારે તે બિચારો મરણ પામ્યો. જ્યારે પરોપકારી પેલો ભલો માણસ પરલોક ગયો એટલે ગંધર્વદત્તાના દુઃખની અવધી થઈ. તેને કુલપતિએ શાંત કરી પોતાને આશ્રમે તેડી ગયા. પુત્રી પ્રમાણે તેને પાળીપોષીને મોટી કરી. જ્યારે તે યુવતી થઈ ત્યારે એક દિવસે દર્શન કરવા કાંચીના રાજા કુસુમશેખર આશ્રમમાં આવ્યા, તેને સોંપી દીધી. કાંચીમાં આવી તેની સાથે ગાંધર્વ લગ્ન કર્યું. અને તેને પટ્ટરાણી બનાવી. બે ચાર વર્ષે તેને એક પુત્રી થઈ, તેનું નામ મલયસુંદરી પાડવામાં આવ્યું. જ્યારે તે યૌવન પામી, અને નૃત્યકળાથી દેશાન્તરમાં