________________
૨૧૮ કેમ થઈ ગઈ છો ? બોલાવું છું તોય કેમ બોલતી નથી ? બ્લેન! તને રીસ ચઢી કે શું ? બા ! મારા પર તે રીતે હોય ? હું તો તમારી ચાકરડી કહેવાઉં. ઘરબાર છોડ્યા, પ્રવાસે આવી છું, વનવાસનું દુ:ખ સહન કરીને દુબળી પડી ગઈ છું, માત્ર તને જોઈ નજર ઠરે છે, ને મારા પર રોષ હોય ! મેં તારું શું બગાડ્યું છે ? તારા વિના મારું અહીં કોણ છે ? શું તને ઠપકો આપું છું ? આમતેમ ફરતાં તારે આડે આવું છું ? તારા બાપાએ મને શું કહ્યું છે, તે તો સંભાર. “તરંગલેખા ! મલયાને સુની મુકીશ'મા હો, ને આદરથી તેની રક્ષા કરજે.” તેથી મારે આમ કરવું પડે છે. નહીં તો મારે શું ? હું શા માટે તેને રોકું ? તારે ફાવે તેમ વર્તને, આજથી હવે તને દુ:ખી નહીં કરું, લે, બસ.”
જેવા તેવા તેના શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા ને ભાન જતું રહ્યું, પછી શું થયું તેની મને ખબર નથી.
થોડી વારે ઝેર ઉતર્યું, મન મુક્ત થયું, શરીરમાં સુસ્તી ભરાઈ ગઈ હતી. “તરંગલેખા ! મારા પર કમંડળથી પાણી કેમ છાંટે છે ? હું સ્વસ્થ થઈ છું. મારું દુ:ખ ગયું છે.” એમ કહી ડુસકા મુકતાં મુકતાં આંખ ઉઘાડી તો દિવ્ય લોકના મકાનમાં કમળના પાંદડાની પથારી પર હું બેઠી હતી, કોઈ ન હતું. મને જણાયું કે “આ વિમાનમાં કમળના પાંદડાની પથારી પર સુવાડી આ ખેસ પગથી માથા સુધી કોઈએ મને ઓઢાડેલ છે. મકાનના ઝાળીયાના છિદ્રોમાંથી અંદર પાણી ધીમે ધીમે ચાલ્યું આવતું હતું. હું વિસ્મયમાં પડી. “આ લક્કડભવન કોનું ? અહીં મને કોણે નાંખી ?' એમ તર્કવિતર્ક કરતી બેસી રહી.