________________
૨૨૨
આનંદી આનંદી બની ગઈ. “અમારા બન્નેના સમાગમ સુખો હજુ સંભારે છે.” એ વિચારે આંખે આંસુની ધાર ચાલી. “અરે રે ! સદ્ગત થયેલાનો પુનઃ મેળાપ દુર્ઘટ છે.'' એ વિચારે નિરાશ થઈ ગઈ, કાગળ ઉપર ગઈકાલના જ મિતિ વાર (તિથિવાર) જોઈ આશ્ચર્યમાં પડી. “મને છેતરવા કોઈએ આ કપટ નહીં કર્યું હોય ?' એવા વિતર્કોમાં પડી. પણ જાતિ અનુભવ વિના આ રીતે લખી શકાય નહીં. એ વિચારે આશામાં ટેકો આપ્યો. પણ ‘શરીર ત્યાગ માટે આવું પવિત્ર સરોવર ક્યાં મળશે ?'' એમ વિચાર કરીને મરણનો નિશ્ચય કરતી હતી. પરંતુ મારી રક્ષા માટે જ તેઓ પોતે બંધુસુંદરી પાસે અત્યન્ત પ્રાર્થના કરે છે, માટે હાલ તો મરણ મુલતવી રાખવું જોઈએ.' આવા અને આવી જાતના અનેક તર્ક-વિતર્ક, સંકલ્પ-વિકલ્પ, આશા-નિરાશાના વિચારો કરૂં છું, તેવામાં પેલું લાકડાનું મકાન તરતું તરતું કિનારે પહોંચ્યું. હું તેમાંથી ઉતરી, સ્નાન કર્યું, ઈષ્ટદેવનું પૂજન સ્તવન કર્યું, પછી કિનારે એક ઝાડ નીચે ચિન્તામાં ને ચિન્તામાં બેઠી.