________________
૨૧૩
જે તરફ તાપસીનો પ્રચાર નહોતો, તે કિનારા તરફ ચાલી ગઈ. આગળ ઘણેક કાળે જોયેલા જાણે બંધુ હોય તેવા ભગવાન પોરાશિ (સમુદ્ર) ને જોઈ અત્યન્ત દુ:ખ થવા લાગ્યું. આંખોમાં નદીના પુર પ્રમાણે આંસુ ભરાઈ આવ્યા. તેને રોકવાનું મારામાં જરા પણ સામર્થ્ય નહોતું. એકદમ પોક મુકાઈ ગઈ. (હુઠવો મૂક્યો.)
“હા પ્રસન્નમુખ ! હા સુરેખસર્વકાર ! હા રૂપકંદર્પ ! હા લાવણ્યના લવણસમુદ્ર ! હા લોકોના લોચનોને અમૃતવૃષ્ટિ! હા મહાયુદ્ધોમાં માન પામેલા ! હા કીર્તિના જયધ્વજ ! એકદમ કેમ
સ્નેહ વિનાના થઈ ગયા ? તમે મારી સામે કેમ જોતા નથી ? પિતાએ મને ગમે ત્યાં કહાડી છે, માતાએ તજી છે, સંબંધીઓએ વિખુટી કરી છે, ઓ ! નાથ ! એકલી છું ! કોઈ દિવસ ન ભાળ્યાં એવા વનવાસના દુ:ખ ભોગવું છું ! જરી તો સામું જુઓ !!! આવીને આશ્વાસન કેમ આપતા નથી ? તમે ક્યારથી આવા થઈ ગયા ? તમે મારી સંભાળ લેનાર કોઈને જુઓ છો? જેથી ચુપ બેસી રહ્યા છો ? શું મારે દુઃખે દુઃખી બંધુસુંદરી અહીં છે, કે જે આવીને તમારી પાસે વળી પ્રાર્થના કરશે ?
બોલો, બોલો એકદમ હું તમને કેમ અળખામણી થઈ પડી છું ? એક વાર તો કહો, મેં તમારું શું બગાડ્યું છે ? અરે ! પણ એક વારેય બોલતા નથી ! જો તમે દયા વિનાના હતા, તો શા માટે ગળે ફાંસો ખાતા મને અટકાવી ? તે વખતે જ મરવા દેવી'તી ! મને અસીમ પ્રેમ બતાવી હવે પાછા ક્યાં છુપાઈ ગયા ? મેં સાંભળ્યું છે, છતાં વિશ્વાસ નથી આવતો કે ‘તમે શત્રુઓથી ગાંજ્યા જાઓ. કોણ જાણે શાથી, પણ હજુ તેવું