________________
૨૧૧ રીતભાત જાણતી હતી, તે મારી દેખરેખ રાખવા આવવાની હતી, તે પણ ચડી બેઠી. સાથે પાંચ સાત શૂરા માણસો રક્ષા માટે મોકલ્યા હતા. શહેર બહાર નીકળી અમારી આ નાની ટોળી ઝપાટાબંધ રાત્રીને રસ્તો વટાવવા લાગી. થોડા દિવસોમાં અમે પ્રશાંતવૈર તપોવનમાં આવી પહોંચ્યા.
બધા સાથે આવેલાઓને પાછા રવાના કર્યા. વસ્ત્ર ને ઘરેણાં ઉતારી નાખ્યાં. માત્ર મણીરત્નના મંગળ વલય અને તાપસીનો વેશ ધારણ કરી રાખ્યા. મારા પિતા ઉપરના બહુમાનને લીધે તાપસી અને કુલપતિ વગેરે માનપૂર્વક મારી સાથે વ્યવહાર રાખતા હતા. હમેશા મુનિકન્યા સાથે ગમ્મત ઉડાવતી હતી. કોઈ વખતે કુલપતિના આદેશથી અતિથિઓનો સત્કાર કરવામાં રોકાતી હતી. કોઈ વખતે દેવચં નિમિત્તે ફૂલ વીણવા જતી હતી. કોઈ વખતે બાળવૃક્ષો (છોડવાઓ) સીંચતી હતી, કોઈક દિવસે ઝુંપડીની પાસેની વેલીઓના ક્યારા બનાવતી હતી, કદી ઓટલાઓ લીંપી તેના પર રંગબેરંગી સાથીયાઓ પુરી હતી. કદી ધાવણ વિના દુબળા હરણોના બચ્ચાને શમ્પની કોળીઓ આપીને ઉછેરતી હતી. વૃદ્ધ તાપસીઓ, મારી ભૂલ બતાવતી હતી, મીઠું બોલતી હતી, મારે માટે શાક વગેરે મહેનત લઈ સ્વાદિષ્ટ રાંધતી હતી, રોજ રોજ નવા નવા પાકાં ફળ લાવી ખાવા આપતી હતી, પોતાની પાસે જ સુંવાળા વલ્કલોની પથારી મારે માટે પાથરી આપતી હતી, અવસરે અવસરે નવી નવી પૌરાણિક આખ્યાઓ કહી સંભળાવતી હતી, ને કુટુંબ વિયોગનું સર્વ દુઃખ ભૂલાવતી હતી, માત્ર થોડીવાર જેના સંગમનું સુખ ભોગવી વીખુટી પડેલી તેનું ફરી દર્શન તલસતી હતી ને માનસિક દુ:ખ ભોગવતી હતી. કેટલાક દિવસ એમને એમ વ્યતીત થઈ ગયા.