________________
૨૧૫
નાંખ્યા. આગળ કેટલાક પગલા ભર્યાં. વચ્ચે વચ્ચે મૃગલીઓ આવી આવી માર્ગ રોકતી હતી.
તેવામાં પાછળ રેતીના ઉત્તરોત્તર વધારે સંભળાતા પગલાં પડતા સાંભળ્યા. પગલાં એક પછી એક જોસબંધ પડ્યે જતા હતાં. પગતળે ચંપાતી છીપોનો ઝીણો ખડખડાટ થતો હતો. ને રેતીનો અતિ ઝીણો રવ કાને પડતો હતો.
“અરે કોઈ પાછળ પડ્યું !'' એમ કહી કંઠનાળવાળી પાછળ જોયું તો નજીક આવી પહોંચેલી તરંગલેખાને જોઈ. તેના બે બાહુ આકાશમાં છુટ્ટા વીંજાતા હતા. ઉતાવળી દોડાવવા ખાતર જાણે છુટ્ટો પડી ગયેલો ચોટલો પીઠ પર મારતો હતો. વચ્ચે વચ્ચે દોડવાથી અધોવસ્ત્ર પડી જવાની બીકે ડાબે હાથે પકડી જમણે હાથે ખસી પડતા વલ્કલને ખભા પર ઠેરવતી હતી. દોડવામાં વિલંબ થતો જાણી મણિશિલામાં પ્રતિબિમ્બના બાનાથી પોતાના શરીરને પણ ઠેકઠેકાણે ફેંકતી આવતી હતી. ગભરાટથી સમાચાર જાણવા તાપસીઓ તેની પાછળ પાછળ દોડી આવતી હતી. તમને તૃષા લાગી હશે એમ પ્રેમદોષથી કલ્પી લઈ પાણીથી ભરેલું કમંડળ હાથમાં લઈ દોડતી આવતી હતી.
"
મારી મૂંઝવણની અવધી ન રહી. “હાય ! ધાર્યું ન થયું ! ઉલટી હું તો મૂર્ખ બની ! શું કરૂં ? અરે ! આતો નજીક આવી પહોંચી. હવે સમુદ્રમાં પડી આ દુષ્ટ શરીરનો નાશ કરવાનું કેમ
બનશે ? વખત જ વિશેષ ક્યાં છે ?’’
ગભરાટથી ચારે તરફ જોવા લાગી તો પાસે જ એક કિંપાક વૃક્ષ હતું. જાણે સમુદ્રમાંથી હમણાં જ કાલકૂટનોરાશી બહાર કાઢ્યો હોયની, શંકરને ખાતા બાકી રહ્યું હોયની !