________________
૨૦૪
મરણ સિવાય તને મળવાનો બીજો રસ્તો જ મને સૂજ્યો ન હતો. તેવામાં કોઈ સ્ત્રી જેવું કરૂણ આક્રંદ સાંભળ્યું.
એકદમ હું બહાર આવ્યો, ને એક બાઈ જોઈ. તે છાતી કૂટતી હતી, તેના બન્ને ગાલ પર આંસુની ધાર ચાલતી હતી, ચારે દિશાએ નિરાશ નયનો ફેંકતી હતી, મંદિરના કિલ્લા પર ચડી બૂમ મારતી હતી કે-“અરે રે ! આ મંદિર ને બાગમાં જે કોઈ હોય તે આ મારી દીનની પ્રાર્થના સાંભળો. મેળો જોવા આવ્યા હોય તેમાં જે કોઈ હજુ અહીં હાજર હોય તે જલ્દી ઉઠો, ઉઠો. દેવમંદિરમાં, તળાવ કિનારા પરના માધવીના મંડળમાં, ક્રીડાગિરિની સમરાવેલી ગુફાઓમાં, જળાશયોના કિનારાની શિલા ઉપર, કમળકુમુદની વાવોને કિનારે જે કોઈ વ્રતધારી, થાક્યો પાક્યો, મદ્યપાનમાં મશગુલ, પ્રિયાના વિરહથી પીડાતો, જે કોઈ હોય તે જલ્દી દોડી આવો. અરે રે !! દોડી આવો રે દોડી આવો. એક કન્યારત્નને બચાવી બીજા ઘણા પ્રાણીઓના જીવ બચાવો રે ! બચાવો.” તે સ્ત્રી બીજી કોઈ નહીં, પણ આ તારી પ્રિય સખી બંધુસુંદરીજ હતી.
બળ્યા ઝળ્યા હૃદયનો હું દોડી આવી દયાપૂર્વક પૂછવા લાગ્યો, ઓ ! બાઈ ! તું કોણ છે ? કેમ રડે છે ? કઈ એ કન્યા ? કોની દીકરી ? એને શું થયું છે ? અને અમારે કયા ઉપાયો લઈ મદદ કરવાની છે ?”
મને જોઈ તેના જીવમાં જીવ આવ્યો, ને હાથ જોડી બોલી,–“ઓ ભાઈ ! બાપુ ! હાલ એ પ્રશ્નો જવા દે. મારી પાછળ દોડ દોડ, તલવાર હાથમાં તૈયાર રાખી લ્યો, ને સામે જ આ ઝાડની નીચે લટકતી રાજકન્યાનો ગળાફાંસો તોડી નાંખ