________________
( ૨. પુનઃ વિયોગ )
પણ આજ સવારે સૈન્યના પડાવની નજીકનો ઉતરવા આપેલ બંગલા (મહેલ) ની અગાશીએથી શહેરની સ્ત્રીઓને ઠાઠમાઠથી ક્યાંક જતી જોઈ તારકને પૂછ્યું –
“તારક ! જાણે છે ? આ ટોળાને ટોળાં ક્યાં જાય છે ?”
તારક–“હા, યુવરાજ ! આ શહેરમાં રાજગઢીની પાસેના બગીચામાં કુસુમાકર નામનો બાગ છે. તેમાં રાજા કુસુમશેખરની પટ્ટરાણી ગંધર્વદત્તાએ ભગવાન કામદેવનું મંદિર બંધાવ્યું છે. તેમાં આજે ચૈત્રી મેળો છે. આ સ્ત્રીઓના ટોળાં ત્યાં જાય છે. બીજી પણ ઘણી સ્ત્રીઓ આજે ત્યાં જશે. આપણે પણ જઈએ, દેવની ભક્તિને રાજાનું માન સચવાશે, તેમજ આ દેશના મેળા કેવા ભરાય છે તે પણ જોવાનું મળશે. આવા ખાસ પ્રસંગે ઢીલા થશો તો, પછી ક્યારે તેમને મળવાનો અવસર મળશે ?''
મેં કહ્યું –“હાં, હાં, તારું કહેવું બરોબર છે, ચાલો.”
તરત પોષાક પહેરી લઈ, હાથણી પર બેસી, કેટલાક યુવાન હજુરીઓ સાથે ભગવાન કામદેવને મંદિરે જઈ પહોંચ્યો. અંદર જઈ હાથ જોડી દૂરથી ભગવાન મન્મથને પ્રણામ કર્યો તને મળવાની આશાએ હૃદય ઋલોવાઈ જતું હતું, તેથી બારણા પાસે જ એક ઝરોખા પર છે. તેના પર બાજુએ ઉભેલા એક પરિચારકે તરત જ નાની નેત્રવિસ્તારિકા (સાદડી) પાથરી આપી હતી. એમને એમ બેસી મંદિરમાં આવતી જતી દરેક સ્ત્રીઓને નિહાળી નિહાળી કાંઈક યાદ કરતો જોવા લાગ્યો.