________________
૨૦૧
હું તો તને મળવાની આશાએ સુંદર સુંદર રાજકન્યાઓના ચિત્રો કુશળ ચિત્રકારો પાસે ચિતરાવી ચિતરાવીને નિહાળતો હતો. મારી પોતાની જ હકીકત કથામાં ગુંથી લઈ જુના વખતની આખ્યાયિકા પ્રમાણે ભિન્ન ભિન્ન સામન્તો ને ઉમરાવોના ઘરમાં, ખાસ નિમેલી કથા કહેનારીઓ દ્વારા સમુદ્રમાં બનેલો વૃત્તાન્ત ફેલાવતો હતો. મુખ્ય મુખ્ય દેવમંદિરોમાં, રાજ્યમહેલોમાં, પ્રજાકીય બગીચાઓમાં, પ્રક્ષેણીય નાટકાદિ સમાજોમાં, ને ન્હાવા આવેલી નગરનારીઓથી ચિકાર નદી કિનારા પર બન્ને રીતે તારક ફેરવતાં ફેરવતાં કેટલાક દિવસો ગયા.