________________
૨૦૫ તોડી નાંખ. હાલ બીજી વાત કદિ ન કરો. મારા મનોરથ ફળશે તો પછી બધી વાત તમને જણાવીશ, પણ હમણાં દોડો ઓ દોડો.”
એમ કહી એકદમ કિલ્લા પરથી ઉતરી ઝાડોના ઝુંડમાં દોડી ગઈ. હું પણ મોટી મોટી ફાળો ભરતો તેની પાછળ પાછળ અહીં તારી પાસે આવી પહોંચ્યો.'
કુમાર પોતાની વાત કહી રહ્યા એટલે બંધુસુંદરીએ આકાશમાં જોયું, ને ગભરાતી ગભરાતી બોલી–“કુમાર ! નિરાંતે કેમ બેઠા છો ? ઉઠો હજુ રાત બહુ ગઈ નથી, મલયસુંદરીને શોધનારા અહીં ન આવી પહોંચે તેટલામાં તમારા દેશ તરફ છુપી રીતે ઉપાડી ચાલ્યા જાઓ. આને અહીં રાખવી કોઈ રીતે સલાહભર્યું નથી. જુઓ કહું, સાંભળો
જેની સાથે લગ્ન થઈ જવાની ભીતિથી આ ગળાફાંસો ખાઈ મરતી હતી, તે જ વજાયુધ શત્રુસૈન્યના સેનાધિપતિ સાથે લડાઈથી કંટાળેલા આના પિતા કાલે જ પરણાવી દેવા ઈચ્છે છે. સંધિની ઈચ્છાથી તે આપી દેશે તો કોઈ અટકાવી શકશે નહીં, ને મહાન વિરોધ થશે. બીજે સ્થળે ચાલ્યા જશો તો, શત્રુના હાથમાંથી છૂટશે, ને સુખી થશે. વખત જતાં તમારા જેવા ગુણીની સાથેનું લગ્ન તેના પિતા હૃદયથી અનુમોદશે, ને ઘણો સંતોષ પામશે. માટે આ શૂન્ય જંગલમાંથી ઝાડોની ગીચ ઝાડીમાં થઈ જલ્દી પસાર થવું મને તો વધારે યોગ્ય લાગે છે, પછી તો તમારી જેવી મરજી.”
તેણે વિચારી જવાબ આપ્યો-“એ ! યુક્તિપૂર્વક મીઠા બોલી ! તું કહે છે ઠીક, પણ મારા જેવાથી એ બનવું અશક્ય