________________
૧૯૯
જયારે હોડકીને સમજાવવાના બાનાથી તેમની તમારે માટે મેં પ્રાર્થના કરી, પછી તેણે આપણા તરફ સ્મિત કરીને કહ્યું હતું
કે
અરે ! ભાઈ શું હું નથી સાંભળતી ? જેથી એની એ વાત વારંવાર ઉલટાવીને કહ્યા કરે છે ? મેં બધું તારું કહેવું સાંભળી લીધું છે. આ નાયક સ્વીકારું છું. પણ હમણાં એમને એમ ભલે રહ્યો, જયાં સુધી હું અહીં છું ત્યાં સુધી સ્વસ્થાને ગયા પછી કાંચીમાં આવેલા એને ધારણ કરીશ.” આ પ્રમાણે એણે સ્પષ્ટતા સ્વીકાર સૂચવ્યો હતો, તે કેમ ભૂલી જાઓ છો?
જરા નિરાંત વળવાથી હું બોલ્યો-“તારક ! મને બધું યાદ છે.” કેમ ભુલી જાઉં ? પણ મને આ વાતમાં સંદેહ છે. અને તે એક કે-એણે આપણને ઉદેશીને કહ્યું હતું કે પેલા પૂજારીના છોકરાને કહ્યું હતું ? એ હું નિશ્ચય કરી શકતો નથી. વળી તેના દર્શનનો બીજો ઉપાય ન સૂજવાથી ગમે તેટલી મૂશ્કેલીઓ સહન કરીને ત્યાં ચાલ્યો જાઉં, પણ એકલાથી બનવું મુશ્કેલ લાગે છે. તારી સાથે હોડી પર બેસીને રવાના થાઉં, તો બધો રાજલોક આડે આવશે, ને જવા નહીં દે. સૈન્યસહિત પારકા દેશમાં જવું અયોગ્ય છે, તે વખતે સ્વાર્થ સિદ્ધિને બદલે સ્વાર્થ હાની પણ થવા સંભવ છે. આ સ્થિતિ છે. શું કરવું ? તું શો રસ્તો બતાવે છે ?”
આમ વિચાર કરતા હતા તેવામાં પ્રતિહારીએ આવીને મને વિજ્ઞપ્તિ કરી
“કુમારશ્રી ! આપના પિતાશ્રી મહારાજ ચંદ્રકેતુ તરફથી આવેલો હલકારો (પત્રવાહક) પ્રતિહાર ભૂમી પર ઉભો છે ને આપને મળવા ઈચ્છે છે.”