________________
૧૯૮ શોભે છે ? બોલ, બોલ, સમુદ્રમાં પડીને આ ખલાસીઓને શા માટે દુઃખ આપે છે ? મહાવીર પ્રભુની પ્રતિમાથી તીર્થરૂપ આ સ્થાનને, પડીમરીને શા માટે પડીમરવાના (પ્રપાતતીર્થ સ્થાન જેવું બનાવે છે ?”
“આ કોણ મને ઠપકો આપે છે ?' એમ વિચાર કરી જ્યાં આંખ ઉઘાડું છું તેવામાં મારી પાસે મેં બીજું કંઈ ન જોયું, ફક્ત રાત્રે પડાવ નાંખી પડેલા મારા સૈન્યની પાસે જ સમુદ્રમાં તરતી પેલી હર્ષઘેલા નાવિકો સહિત વિજયયાત્રા હોડી જોઈ.
“અમને બહાર કાઢનાર કોણ ? આ હોડી અહીં કેવી રીતે આવી પહોંચી ?” આ બાબતનો તારક સાથે વિચાર કરતો હતો તેવામાં ખિન્ન થયેલા રાજપુત્રો વગેરે આવી પહોંચ્યા. ઈચ્છા નહી છતાં તેઓના આગ્રહથી મુકામ પર ગયો.
ત્યાં જઈનેય શું ? કોઈ સાથે મળતો હળતો નહીં, રાજય સંબંધી કંઈ કામકાજ પણ કોણ કરતું ? માત્ર એકાન્તમાં રહી પરિજને સેવેલ શિતોપચાર જ અનુભવતો હતો, ને મનમાં ચિંતવ્યા કરતો હતો કે “પેલી બાપડીની શી દશા થઈ હશે?” આમ તારી જ ચિંતામાં ને ચિંતામાં કેટલાક કષ્ટમય દિવસો ગાળ્યા.
એક દિવસે સવારમાં તારક મળવા આવ્યો, ને મારી આવી અવસ્થા જોઈ તે ઘણો દીલગીર થયો, ને બોલ્યો-“કુમાર શ્રી ! ચંદનના વૃક્ષો પરથી કુંપળો ખરી પડ્યા છે, તળાવોમાં કમળના ખાલી ડાંડા ઉભા છે. અહીંયા પર્વત પર આમને આમ નકામું કેટલોક વખત પડી રહી દુઃખી થવું છે ? તેને મેળવવાના ઉપાયો કેમ લેતા નથી ? હજુ સુધી કાચીનગર તરફ જવાનો પ્રયત્ન કેમ કરતા નથી ? શું તમને યાદ નથી કે ? તે દિવસે