________________
૧૯૬ તારા કહેવાને પણ સ્વીકારું છું. પછી તો નસીબ જ પ્રમાણ છે.” એ પ્રમાણે દયાભાવથી તે કુમાર જવાબ આપી ચુપ રહ્યા.
મને હિંમત આવી હતી, આકાશમાં ચંદ્ર ચમકી રહ્યો હતો, ચંદ્રિકા ચારે તરફ અમૃત લીંપી રહી હતી, કુમુદ વનો કલ્હાર કરી રહ્યાં હતાં, હંસમિથુનોના રસિતો સંભળાતા હતા. કુમુદ વનની વાવને કાંઠે ફૂલની ચાદર પર હું બંધુસુંદરીના ખોળામાં અરધું શરીર મુકીને બેઠી હતી, મારા મુખ સામે દૃષ્ટિ ચોંટાડી નાથ બેઠા હતા, મીઠી મશ્કરી ચાલી રહી હતી, બીજી ત્રીજી પણ આનંદની વાતો તેઓ કરતા હતા. તે વખતે કદી પણ નહી ભોગવેલું સ્વર્ગીય સુખ હું અનુભવતી હતી. રાત્રી પસાર થયે જતી હતી.