________________
૧૯૪
ને શરીરાદિ સર્વસ્વ તને પહેલાંથી જ સોંપી દીધું છે. આથી વધારે તું શું ઈચ્છે છે ?’' એમ ધીમે ધીમે કહી પગના અંગુઠા વતી હું ભોંય ખણવા લાગી.
આ વાત સાંભળી તે ખુશી ખુશી થઈ ગઈ, ને બોલી– ‘સખી ! તારો જ આવો નિશ્ચય હોય તો બીજાનું કામ શું છે ? હાથી, ઘોડા, રત્નભંડાર, ને પરિજન સહિત તને જ આ કુમારને ઈનામમાં આપી દઉં છું.’” એમ કહી ધ્રૂજતો મારો હાથ પકડવા લાગી.
“અલી ! જુઠડી ! મૂક મને, આ ઈષ્ટ સંયોગ ભવિષ્યમાં દુ:ખદાયી નિવડશે.” એમ મેં કહ્યું છતાં પરાણે મારો હાથ પકડ્યો.
તે વખતે મારા શરીરે રોમાંચ ખડાં થયાં હતા. પરસેવો શરીર પર વહી ચાલ્યો હતો. તત્કાળ જાગૃત થયેલા કંદર્પના મદથી જાણે અંજાઈ ગઈ હોઉં તેમ મારી આંખો મીંચાવા લાગી હતી. મારી ચક્ષુ સામે કુમાર એકીટશે જોઈ રહ્યા હતા. તેના જમણા હાથમાં મારો હાથ મૂક્યો.
જ્યારે તેણે મારો હાથ પકડ્યો, ત્યારે હું શરમથી નીચું જોઈ રહી હતી, ને મને તેના અર્ધા આસન પર બેસાડી. પછી પાસે આવી તે હાથ જોડી બોલી
“કુમા૨ ! ઘણા વખતથી ધારેલો તમારા બન્નેનો કરગ્રહણ ઉત્સવ ટૂંકામાં પતી ગયો છે. હવે હું કૃતાર્થ થઈ છું. હવે હું છુટી, ચિંતામાંથી મુક્ત થઈ, મનમાં સુખનું સ્વરૂપ જાણ્યું, ને અપૂર્વ આનંદ અનુભવું છું. હવે મારે કાંઈ બાકી રહ્યું નથી. તો પણ કૃપણ માફક કાંઈક પ્રાર્થના કરૂં છું.''