________________
૧૪૮
મલ0–“ગંધર્વદત્તા”
આ મારા શબ્દો સાંભળી મનમાં ખુશી થતા વીર્યમિત્ર નામના વૃદ્ધ મંત્રી બોલ્યા
મહારાજ ! કદાચ એ જ આપની પુત્રી ન હોય ? નામ અને પુત્રીમાં સંક્રાન્ત થયેલ નાટ્યકળાથી મને વ્હેમ આવે છે.”
વિચિ૦-“આર્ય ! નાચ બરોબર મળતો આવે છે, એટલું જ નહીં પણ શરીરની આકૃતિ પણ મળતી આવે છે. જુઓનેતેવું જ મુખકમળ, તેવી જ આંખની મીટો, અને તેવું જ બોલવું જાણે કોયલનો ટહૂકો.”
વીર્યo-“મહારાજ ! એમ હોય તો જરા પ્રશ્નો લંબાવો. જે હશે તે જણાઈ આવશે.”
વિચિ૦-“બેટા મલયા ! તારી મા જીવતી છે ?”
મલ૦-“હમણાં જ કૌમુદીમાં સખીમંડળ સાથે પટરાણીના લેબાસમાં અગાશીમાં રાસ રમતી મેં જોઈ છે.”
વિચિ0–કેટલી ઉંચી છે ? શરીરનો વાન કેવો છે ? ઉંમર લગભગ કેટલી હશે? શરીરનો ઘાટ કોને મળતો છે ?”
મલ0–બહુ નીચી નહીં તેમ બહુ ઉંચી પણ નહીં, એટલે મધ્યમ કદની છે. વર્ણ ચંપાવર્ણી છે. હું પ્રથમ પ્રસૂતિ છું તેથી મારી ઉંમર પરથી સંભવતી ઉંમર છે. રૂપમાં તો તેના જેવું અહીં કોઈ હું જોતી નથી, પણ આપના રૂપને કંઈક મળતું હોય એમ લાગે છે.”
વીર્યo-“મહારાજ ! ચિન્હો બરાબર મળતા આવે છે. જો એમ હોય તો ચોક્કસ એ રાજ્યપુત્રી ગંધર્વદત્તા જ.”