________________
૧૮૨
ભરાતો તેથી પાછુ વાળી ગભરાટથી જોતી હતી કે સખીઓએ પકડી કે શું ? ઝાડોના ઠુંઠા દૂરથી જોઈ વનનો રખેવાળો ધારી ઝાડીના ઝુંડમાં છુપાતી છુપાતી ચાલતી હતી. મારા પગલાનો ધ્વનિ અન્યના પગલાનો પડઘો માની બીતી હતી. ચાલવાની ટેવ નહીં હોવીથી પગ ભરાઈ ગયા તો પણ એમને એમ થોડીવારમાં કેટલેક દૂર નીકળી ગઈ. દૂરથી એક ચંપક, તિલક, વગેરે વૃક્ષોની ઘટા વચ્ચે આવેલું કામદેવનું મંદિર જોયું. તેની નજીક પહોંચી વાવમાં જઈ હાથ, પગ, મોં ધોઈ લીધા. પાસેની વેડલીઓમાંથી સુગંધી ફૂલો ઝટપટ બીતા બીતા ચુંટી લીધા.
મંદિરના બારણામાં આવી તો ત્રિભુવનમાં અલંઘ્ય શાસન ભગવાન કુસુમાયુધનું દર્શન થયું. અંદર જતાં કોઈ ઓળખી કાઢશે એમ ધારી બારણામાં ઉભે ઉભે ફૂલો ફેંકી પુજા કરી પ્રણામ કરી મરણનો દૃઢ સંકલ્પ કરી તે જ માર્ગે મંદિરના કીલ્લાની બહાર નીકળી ગઈ.
એક વાવની પાસે એક રક્તાશોકનું ઝાડ હતું. તેની ડાળે પેલા લાંબા અને પહોળાં લૂગડાનો ફાંસો તૈયાર કર્યો.
સવારે મારા શબને લૂગડાથી ઢાંક્યા વિનાનું જોઈ લોકો શરમાશે,' એમ વિચારી ચણીયાનું નાડું બરોબર બાંધ્યું હતું તોય ફરીથ બરોબર દઢ કરી લીધું. કાંચળી તસતસાવીને પહેરી હતી તોય છાતી ઉપર સાંળુની ગાતડી બરોબર ભીડાવી લીધી. અંબોડો બરોબર બાંધ્યો હતો તોય ફૂલની માળાઓ ઘાલી ઘાલી ખુબ બાંધી લીધો. ઈષ્ટદેવનું સ્મરણ કર્યું, વડીલોને પ્રણામ કર્યા, નોકરો પર દયા આવી, શત્રુઓ પર પ્રીતિ ઉત્પન્ન થઈ. પછી હાથ જોડી આકાશ સામે જોઈ બોલી